બેન્કો તેમના ખાતાધારકોને વિવિધ સુવિધા અને લાભો આપતી હોય છે જો કે કેટલા બેનિફિટ્સ એવા હોય છે જેના વિશે ખાતાધારકોને ઓછી માહિતી હોય છે. આજે અમે તમને એસબીઆઇના સેલેરી એકાઉન્ટના વિવિધ લાભો વિશે જણાવીશું.
દેશની સૌથી મોટી સરકારી બેન્ક SBIમાં તમારુ સેલરી એકાઉન્ટ હોય તો બેંક તમને અનેક પ્રકારની સુવિધાઓ અને ઑફર્સ મળે છે. તેમાં ઝીરો બેલેન્સ, 30 લાખ સુધીનું ઇન્શ્યોરન્સ, ઓવરડ્રાફ્ટ સહિત અન્ય સુવિધાઓ સામેલ છે.
દેશની સૌથી મોટી બેંક એસબીઆઇ કોર્પોરેટ કર્મચારીઓના સેલરી એકાઉન્ટ વાળાને ચાર પ્રકારમાં વિભાજિત કરે છે. આ એકાઉન્ટ ટેક હોમ સેલરીના આધારે થાય છે. એટલે કે ટેક્સ અને પીએફ તથા અન્ય મેડિકલ સુવિધાઓ બાદ આવતી નેટ સેલરીના આધારે.
એક રિપોર્ટ અનુસાર, દર મહિને 5000થી 20000 રૂપિયા સુધી મેળવનારાઓને બેંક સિલ્વર સેક્શનમાં રાખે છે. જ્યારે 20 હજારથી 50 હજાર સુધી મેળવનારાઓને ગોલ્ડમાં, 50 હજારથી એક લાખ સુધી મેળવનારાઓને ડાયમંડ અને એક લાખથી વધુ નેટ સેલરી મેળવનારાઓને પ્લેટિનમ કેટેગરીમાં મુકવામાં આવે છે. તેના આધારે SBI એકાઉન્ટ હોલ્ડરને બેનેફિટ્સ પણ આપે છે.
જો તમારી સેલરી ગોલ્ડ, ડાયમંડ અથવા પ્લેટિનમ કેટેગરીમાં આવે છે તો તમને 30 લાખ કોમ્પ્લિમેંટ્રી એર એક્સીડેંટ ઇન્શ્યોરન્સ (એએઆઇ) ડેથ ક્લેમ મળી શકે છે, જ્યારે સેલરી સિલ્વર કેટેગરીમાં હોય તો કોમ્પ્લિમેંટ્રી પર્સનલ એક્સિડેંટ ઇન્શ્યોરન્સ (પીએઆઇ ડેથ) 20 લાખનું મળે છે. જો કે આ લાઇફ કવરેજ મેળવવા માટે પીએઆઇ/એએઆઇ સેલરી એકાઉન્ટ એક્ટિવ હોવુ જોઇએ. સાથે જ ઘટના ઘટ્યાના સતત બે મહિના સુધીની સેલરી કર્મચારીના એકાઉન્ટમાં ક્રેડિટ હોવી જોઇએ.