મુંબઇઃ ગુરુવારે ભારતીય બજાર ઓલટાઇમ હાઇ લેવલથી તૂટ્યા હતા. ગુરુવારે સેન્સેક્સમાં 485.82 પોઇન્ટનો કડાકો આવ્યો અને 52,568.94ની સપાટી પર બંધ થયા. તો નેશનલ સ્ટોક એક્સચેન્જ પણ 151.75 પોઇન્ટ કે 0.96 ટકા ગગડીને 15,727.90ની સપાટી પર બંધ થયા. માર્કેટ એનાલિસ્ટનું કહેવુ છે કે નિફ્ટી એ શુક્રવારે 15680ના લેવલથી ઉપર ટકી રહેવુ જરૂરી છે કારણ કે આ લેવલની નીચે ક્લોઝિંગ આવતા બેરિશ સેન્ટિમેન્ટનો માહોલ સર્જાઇ શકે છે. રોકાણકારોએ હાલ શેરબજારમાં ટ્રેડિંગ કરતી વખતે સાવધાની રાખવાની જરૂર છે.
સપ્તાહના છેલ્લા દિવસે આ સ્ટોકમાં રહેશે તેજી
શુક્રવારે હાથવે કેબલ, ટેક્સમાકો રેલ, અંબુજા સિમેન્ટ, ગેબ્રિયલ ઇન્ડિયા, સન ફાર્મા એડવાન્સ્ડ, બ્રિગેડ એન્ટરપ્રાઇસ, વીઆરએલ લોજિસ્ટિક્સ, બીએસઇ, એફડીસી, આદિત્ય બિરલા મની, કોલગેટ પામોલિવ, કોફોર્જ, બજાજ કન્ઝ્યુમર કેર, સનટેક રિયલ્ટી, સેન્ટિન ક્રેડિટકેર, આઇનોક્સ વિંડ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાટા મેટાલિક્સ, એલએન્ડટી ટેકનોલોજી સર્વિસિસ, જેએમસી પ્રોજેક્ટ્સ, એચઇજી, 3પી લેન્ડ હોલ્ડિંગ્સ, શ્રીરામ સિટી યુનિયન, પર્લ ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ, ડીસીએમ નુવેલે અને બિગબ્લોક કન્સ્ટ્રક્શનના સ્ટોકમાં સારી તેજી જોવા મળી શકે છે.
ક્યાં ક્યા સ્ટોકમાં સાવધાની રાખવી
સપ્તાહના છેલ્લા દિવસે કેનેરા બેન્ક, અપોલો ટાયર્સ, સનફાર્મા, સદભાવ ઇન્ફ્રા. આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ લાઇફ, ફોર્ટિસ હેલ્થકેર, સીએસબી બેન્ક, ધામપુર સુગર, કેપીઆઇટી ટેકનોલોજી, એપટેક, મેન ઇન્ડસ્ટ્રીઝ, શ્રી પુષ્કર કેમિકલ્સ, ઓમેક્સ ઓટો, કલ્યાણ સ્ટીલ, ક્લેરિયન્ટ કેમિકલ્સ, થર્મેક્સ, પીએન્ડજી હાઇજીન અને હેલ્થ, સુમિત સિક્યોરિટીઝ, રાજદર્શન ઇન્ડસ્ટ્રીઝ અને રાજરતન ગ્લોબલ વાયરના શેરમાં ઘટાડો જોવા મળી શકે છે.