તમારા બેન્ક સંબંધિત જે પણ કામકાજ હોય તે આજે પતાવી લેજો કારણ કે ચાલુ મહિને 11 દિવસ સુધી બેન્કોમાં ઘણી રજાઓ આવી રહી છે. જેના લીધે તમારા બેન્કો સંબંધિત કામકાજ અટકી જશે અને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
આ મહિને જૂલાઈમાં કુલ 15 દિવસ બેંક બંધ રહેવાની છે. તેથી આવનારા અઠવાડીયામાં બેંક રજાઓ આવી રહી છે. આવતી કાલ એટલે કે શનિવારથી આગામી અમુક દિવસો સુધી અલગ અલગ રાજ્યોમાં બેંકો બંધ રહેવાની છે.
જણાવી દઈએ કે, બીજો શનિવાર હોવાથી બેંકોમાં આવતીકાલે એટલે કે 10 મી જુલાઈની રજા છે અને રવિવાર હોવાને કારણે 11 અને 18 જુલાઇના રોજ બેંકો બંધ રહેશે. આ ઉપરાંત તહેવારોને કારણે બેંકો સોમવારથી આવતા શનિવાર સુધીમાં કુલ 9 દિવસ માટે બંધ રહેશે. દરમિયાન, 15 જુલાઇએ રજા નથી. RBI અનુસાર, આ બેંકની રજા જુદા જુદા રાજ્યો અનુસાર નક્કી કરવામાં આવે છે, તેથી બેંકો ફક્ત તે જ રાજ્યોમાં કામ કરશે નહીં, જ્યાં રજાઓ નક્કી કરવામાં આવી છે.
- 10 જુલાઇ 2021 – બીજો શનિવાર
- 11 જુલાઇ 2021 – રવિવા
- 12 જુલાઇ 2021 – સોમવારે – કાંગ (રાજસ્થાન ), રથયાત્રા (ભુવનેશ્વર, ઇમ્ફાલ,)
- 13 જુલાઇ 2021 – મંગળવાર – ભાનુ જયંતિ (શહીદ દિવસ- જમ્મુ અને કાશ્મીર, ભાનુ જયંતિ- સિક્કિમ )
- 14 જુલાઇ 2021 – દ્રુકપા ત્શેચી (ગંગટોક)
- 16 જુલાઇ 2021- गुरुवार – હરેલા પૂજા (દેહરાદૂન)
- 17 જુલાઇ 2021 – ખારચી પૂજા (અગરતલા, શિલોંગ)
- 18 જુલાઇ 2021 – રવિવાર
- 19 જુલાઇ 2021 – ગુરુ રિમ્પોઝે કે થુંગકર ત્શે્ચુ (Guru Rimpoche’s Thungkar Tshechu) (ગંગટોક)
- 20 જુલાઇ 2021 – મંગળવારે – ઇલ અલ અધા (દેશભરમાં)
- 21 જુલાઇ 2021 – બુધવાર – બકરી ઇદ (સમગ્ર દેશમાં)
બેન્કોની રજાઓની સંપૂર્ણ યાદી જોવા માટે મતે રિઝર્વ બેન્કની સત્તાવાર વેબસાઇટ (https://rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx) ની પણ મુલાકાત લઇ શકો છો.