અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતાં મુસ્લીમોમાં આજે સવારથી ભયનો માહોલ છવાયેલો છે અહીના મુસ્લીમો અચાનક ભયમાં આવી જવા પાછળનું મુખ્યકારણ એ છે કે એમની સોસાયટી ફ્લેટ અને દુકાનો પર રાતો રાત લાલરંગની ચોકડી લાગી ગઈ છે
ચુંટણીના એક મહિના પહેલા અચાનક મુસ્લીમ વિસ્તારમાં આવેલ કેટલીક સોસાયટીઓમાં રાતોરાત લાલ ચોકડીના નિશાન જોવા મળતાં તમામ મુસ્લીમોમાં ભયનો માહોલ છવાયો હતો અહીની અમન સોસાયટી ફેજ એ મહમદ સોસાયટી ઉપરાંત કેટલીક દુકાનો અને મકાનો પર આ નિશાન લગાવવામાં આવ્યા છે
આ વિસ્તારના મુસ્લીમોમાં ભય એટલો ફેલાયો છે કે ૨૦૦૨માં ગુજરાતમાં થયેલ હિંસા દરમ્યાન આ લોકો પોતાના મકાનો છોડીને ગયાં હતા એમનાં મકાનો પર ફરી એકવાર ચુંટણી આવતાની સાથે જ લાલરંગની ચોકડીઓ લગતા એમનું માનવું છે કે એમણે નિશાન બનાવવામાં આવ્યા છે જેના કારણે ગભરાયેલા અહીના લોકોએ પોલીસ ફરિયાદ કરી છે
પાલડી પોલીસ ચોકીનો સંપર્ક સાધતા એમણે જણાવ્યું કે અચાનક મુસ્લીમ વિસ્તારની સોસાયટીમાં લાલ ચોકડી લગતા પોલીસ પણ તપાસ કરી રહી છે આ તપાસમાં ખાસ મળ્યું નથી પરંતુ તપાસના અંતે પોલીસનો દાવો છે કે અમદાવાદમાંથી કચરો ઉપાડવાની ગાડી સમયસર અહી આવતી નહિ હોવાથી આ વિસ્તારમાં જીપીએસ લગાવવાનાં છે અને એના માટે આ નિશાન કરવામાં આવ્યા છે જેથી વેસ્ટ ડમ્પીગના વાહનો અહીથીજ પસાર થાય એની જાણકારી રહે પરંતુ અચાનક લાગેલા નિશાનથી લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે