નર્મદાના વધારાના નીર માટે મુખ્ય મંત્રી કચ્છની જનતા અને કિસાનોને મુર્ખ ના સમજે અને વારંવાર અપાતી સૈધધાંતિક મંજૂરીની જાહેરાત આપી કચ્છની જનતા અને કિસાનો છેતરવાનું છોડી વહીવટી મંજુરી આપે તેવો આક્ષેપ કચ્છ જિલ્લા કોંગ્રેસે કર્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા કચ્છને મળનાર વધારાનું એક મીલીયન ફીટ હેક્ટર નર્મદાના નીર બાબતે ઔતિહાસિક નિર્ણય ગણાવી એમાં કાઈ મોટી કામગીરી કરી હોય તેમ જાહેરાત કરી છે. આવી જાહેરાતતો ૨૦૦૬થી કરતા આવ્યા છે વધારાનું ૧ મીલીયન ફીટ હે્ટર પાણી ની મંજુરી તો વહેલા જ અપાઇ ચુકી છે. ઉત્તર ગુજરાત ને સુજલામ સુફલામ્ યોજના આપી અને સૌરાષ્ટ્ર ને સૌની યોજના આપી સરકારે કચ્છને વધારાના પાણી બાબતે અળગું રાખ્યું છે.કચ્છની ધરતી આજેય ફળદ્પ અને કશવાળી છે જેમાં ખેડૂતો કેશર કેરી, ખારેક,ટેટી,ડ્રેગન ફ્રટ અને સફરજન જેવા બાગાયતી અને ભુતડી અને એરંડા,કપાસ જેવા તેલીબિયાં ,અને અને ગવાર, કાકડી,ફ્લાવર,મરચા જેવા શાકભાજી પાકો ખેડૂતો લે છે પરંતુ ખેડૂતો ને મુસીબતો માથે એવી છે કે મીઠા પાણીના બોરના તળ નીચા જતા જાય છે અને વધુ પડતો વિસ્તાર ખારા પાણીમાં ગરકાવ થતો જાય છે આને અત્યારના વાવેતર ના સમયમાં પાણી ખેચ પડવાથી અહી ખેડૂત પાક નિષ્ફળ જવાના ટ્રેસમાં રહે છે તદ્ઉપરાંત પાણી વધુ ઉડા જવાના કારણે બોર બાબતે મોટરો ફોલ્ટ થવાની સમસ્યામાં ખેડૂત આર્થિક બોજ ઉપાડી શકતો નથી.વર્ષોથી નર્મદા નીરની રાહ જોતો કચ્છ નો ખેડૂત આજેય આ વાયદા બજારી ,ખાલી અપાતા ઠાલાં વચનો,અને કચ્છ ના નપાણીયા નેતાઓથી ત્રસ્ત થઈ ચુક્યો છે. ઇલેક્શન આવે ને વચનોની વણઝારનીકળી પડે છે.
પોતાના જ રાજકીય પક્ષ સામે બાયો ચઢાવવી થોડી મુશ્કેલી ભરેલ છે તેમ છતાં કચ્છ જનતા અને ખેડૂતો ની હાલતના જોવાતા તેમનાથી ના રહેવાતા વારંવાર રજૂઆતો કરતા રહ્યા છે.વારંવાર અપાતા ઠાલા વચનોથી હવે ભરમાવાની નથી અને આવનારા સમયમાં હું જનતા સાથે આ મુદ્દે ગહન ચર્ચા વિચારણા કરી કચ્છ માટે નર્મદા નીર ખુબ જરૃરી હોવાથી જનતા અને કિસાનો માટે સરકાર વહીવટી મંજુરી આપી તાત્કાલિક ધોરણે કામ શરૃ કરાવે તે બાબતે ‘કચ્છ માગે નર્મદા નીર’ નામનું જન આંદોલન કરવા મજબૂર થવું પડે તેમ છે. કચ્છ ના નર્મદા નીરના પાણી માટે સૌધ્ધાંતિક મંજૂરી નહીં પણ વહીવટી મંજુરી આપી સત્વરે તેના કામ ચાલુ કરવા મુખ્યમંત્રીને અરજ કરાઈ છે તેમ છતા જો તે વહેલી તકે નહીં કરવામાં આવે તો કચ્છ ની જનતા કિસાનોને સાથે રાખી જન આંદોલન કરવા મજબૂર થવું પડશે તેવી ચિમકી કચ્છ જિલ્લા કિસાન કોંગ્રેસના પ્રવકતા યોગેશ પોકાર દ્વારા અપાઈ છે. તો, કચ્છ જિલ્લાના પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ પણ કટાક્ષ સાથે જણાવેલ હતુ કે, ૨૦૦૬થી સૈધધાંતિક મંજુરી અપાઈ ગઈ છે હવે વહીવટી મંજુરીની જરૃર છે. પ્રજાને મુર્ખ બનાવવાનું બંધ થવુ જોઈએ.