કોરોના સંકટમાં કરોડો લોકોએ નોકરી ગુમાવી છે જો કો આ મહામારી આઇટી પ્રોફેશનલ્સ માટે મોટી તક લઇને આવી છે. ટેકેનોલોજી અને વર્ક ફ્રોમ હોમ તેમજ ડિજિટલાઇઝેશનના પગલે આઇટી કંપનીઓએ મોટી સંખ્યામાં કર્મચારીઓની ભરતી કરી છે અને નવી ભરતીઓ કરવાની ઘોષણા પર કરી છે. હવે દેશની અગ્રણી આઇટી કંપની એ પણ ચાલુ વર્ષે મોટી સંખ્યામાં ફ્રેશર્સની ભરતી કરવાની જાહેરાત કરી છે.
ટાટા ગ્રૂપની અગ્રણી આઇટી કંપની ટીસીએસ એ ચાલુ વર્ષે મોટી સંખ્યામાં ફ્રેશર્સની ભરતી કરવાની જાહેરાત કરી છે. TCSના એક અધિકારીના જણાવ્યા મુજબ કંપની નાણાંકીય વર્ષ 2021-22 દરમ્યાન કેમ્પસમાંથી 40 હજારથી વધુ નવોદીતોને નોકરી આપશે. TCS વૈશ્વિક માનવ સંસાધનના પ્રમુખ મિલિંદ લક્કડે જણાવ્યું કે પાંચ લાખથી વધુ કર્મચારીઓ વાળી ખાનગી ક્ષેત્રની સૌથી ટોચની કંપની એ ગત વર્ષે કેમ્પસમાંથી 40 હજાર ગ્રેજ્યુએટની ભરતી કરી હતી. અને આ વખતે આ સંખ્યા વધુ સારી રહેશે.
વધુમાં જણાવ્યું હતું કે કોરોના મહામારીથી સંબધિત પ્રતિબંધોને કારણે દાખલ કરવામાં કોઈને કોઈ કઠણાઈ નથી થઈ અને ગત વર્ષે કુલ 3.60 લાખ નવા વિદ્યાર્થીઓ પ્રવેશ પરીક્ષા માટે વર્ચ્યુઅલ રીતે હાજર થયા હતા. લક્કડે પત્રકારોને જણાવ્યું હતું કે ,ભારતમાં કેમ્પસમાંથી ગત વર્ષે 40 હજાર લોકોને નોકરી પર રાખ્યા હતા. અમે આ વર્ષે 40,000 અથવા વધુ લોકોને નોકરી આપીશું. “
ટીસીએસ યુએસ અને લેટિન અમેરિકાના કેમ્પસમાંથી 2000 થી વધુ લોકોને નોકરી પર રાખશે. કારણ કે કંપની ભારતના નવા સફળ સ્નાતકોની ભરતી કરવા અને ગ્રાહકોને પ્રોજેક્ટ્સ ચલાવવા માટે તાલીમ આપવાના તેના સફળ મોડેલને પુનરાવર્તન કરવાની માંગ કરે છે. ટીસીએસએ જૂન 2021 નારોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં 20,409 કર્મચારીઓને કંપનીમાં જોડ્યા હતા. જે એક ક્વાર્ટરમાં સૌથી વધુ છે, જેનાથી કુલ કર્મચારીઓની સંખ્યા 5,00,000થી વધુ થઈ ગઈ છે.