ભારતમાં કોરોના મહામારીની બીજી લહેર બીજી સમાપ્ત થઇ છે અને હવે ત્રીજ લહેરની દહેશત વ્યક્ત કરવામાં આવી છે. હાલ કોરોના પ્રતિબંધોમાં છુટછાટ મળતા લોકો ફરી લાપરવાહ બનીને ફરવા નીકળી પડયા છે. એવા સમયે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે લોકોને કોવિડ-19ના નિયમોનું કડક પાલન કરવાની વિનંતી કરી છે.
આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યુ કે, ભારતમાં પાછલા સપ્તાહે નોંધાયેલા કોવિડ-19ના કેસમાં અડધાથી વધારે કેસો મહારાષ્ટ્ર (21 ટકા) અને કેરળ (32 ટકા)માં નોંધાયા હતા. ભારતમાં કોરોનાના નવા કેસોમાંથી 80 ટકા 15 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 90 જિલ્લામાંથી સામે આવ્યા છે જે આ ક્ષેત્રોમાં વધારે ધ્યાન આપવાની આવશ્યકતા તરફ સંકેત કરી રહ્યા છે.
તેમણે કહ્યુ કે, 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 66 જિલ્લામાં કોવિડ-19નો સંક્રમણ દર 8 જુલાઇના રોજ સમાપ્ત થયેલા સપ્તાહમાં 10 ટકાથી વધારે હતો. સરકારે કહ્યુ કે, બારતમાં કોરોના વાયરસનો લેમ્બડા વેરિયન્ટનો કોઇ કેસ નોંધાયો નથી. ભારતમાં એક દિવસમાં કોવિડ-19ના 43,393 નવા કેસો સામે આવ્યા બાદ દેશમાં સંકરમિતોની કુલ સંખ્યા વધીને 3,07,52,950 થઇ ગઇ છે. તો બીજી બાજાુ કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 4,58,727 થઇ ગઇ છે.