નવી દિલ્હીઃ પેટ્રોલ – ડીઝલના ભાવ સતત વધારી પ્રજાના પૈસા ખાલી કરીને મોદી સરકાર પોતાની તિજોરી છલકાવી રહી છે. હવે ઇંધણની કિંમતો અસહ્ય સ્તરે પહોંચી ગઇ છે જેમાં હવે વધુ વધારો મોંઘવારી વધારશે.
સપ્તાહના છેલ્લા દિવસ શનિવારે પણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા ઇંધણની કિંમતમાં વધારો કરાયો છે. આજે શનિવારે ઓઇલ માર્કેટિગ કંપનીઓ દ્વારા પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટર દીઠ 35 પૈસાનો જંગી વધારો કરાયો છે તો ડીઝલ 26 પૈસા પ્રતિ લિટર મોંઘુ થયુ છે. આ ભાવ વૃદ્ધિ સાથે દિલ્હીમાં શનિવારે ઇન્ડિય ઓઇલ કોર્પોરેશનના પંપ પર પેટ્ર1લ 100.91 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યુ છે. તો ડીઝલ ફણ 89.88 રૂપિયા પ્રતિ લિટર પર વેચાઇ રહ્યુ છે.
ભારતમાં 4 મે, 2021 બાદથી સતત પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે. ત્યારબાદ અત્યાર સુધીના 39 દિવસોમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 10.59 રૂપિયા વધી ગઇ છે. તો 37 દિવસમાં ડીઝલ 9.09 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થયુ છે.
શહેરનું નામ | પેટ્રોલ | ડીઝલ |
દિલ્હી | 100.91 | 89.88 |
મુંબઇ | 106.92 | 97.46 |
ચેન્નઇ | 101.67 | 94.39 |
કલકત્તા | 101.01 | 92.97 |
ભોપાલ | 109.24 | 98.67 |
રાંચી | 95.96 | 94.84 |
બેંગ્લોર | 104.29 | 95.26 |
પટના | 103.18 | 95.46 |
ચંડીગઢ | 97.04 | 89.51 |
લખનઉ | 98.01 | 90.27 |