નવી દિલ્હીઃ સમગ્ર દુનિયા હાલ કોરોના મહામારીનો સામનો કરી રહી છે અને વાયરસના નવા વેરિયન્ટ્સને લઇને ચિંતા હજી વધી ગઇ છે. એવામાં જીનોમ સીક્વેસિંગની ટેકનિક વાયરસના અલગ-અલગ વેરિયન્ટ અને મ્યૂટન્ટને ઓળખવા માટે એક આવશ્યક ટૂબ બનાવાયુ છે. જીનોમ સીક્વેસિંગ એક એવી ટેક્નોલોજી છે, જે સામાન્ય લોકોમાં વાયરસના બદલાતા સ્વરૂપને સમજવા અને ઓળખી કાઢવામાં મદદ કરે છે. દેશમાં કોરોના મહામારીની ત્રીજી લહેરની સંભાવના અને ડેલ્ટ પ્લસ વેરિયન્ટના જોખમને જોતા રાજધાની દિલ્હીમાં જીનોમ સીક્વેસિંગ લેબ શરૂ કરવામાં આવી છે.
મહામારીની ત્રીજી લહેરનો સામનો કરવાની તૈયારીને ધ્યાનમાં રાખતા દિલ્હી સરકારે અત્યાર સુધી દિલ્હીની પોતાની બે જીનોમ સીક્વેસિંગ લેબની શરૂઆત કરી છે. જેમાંથી એક લેબ દિલ્હીના લોકનાયક હોસ્પિટલમાં છે અને એક ILBS (ઇન્સ્ટિટ્યૂટ ઓફ લિવર એન્ડ બિલિયરી સાયન્સ)માં છે. ILBSમાં સ્થાપી લેબ એડવાન્સ ટેકનોલોજી પર આધારિત છે.
ILBSમાં ક્લિનિકલ વાયરોલોજી ડિપાર્ટમેન્ટના ઇન્ચાર્જ ડો. એકતા ગુપ્તાના મતે જીનોમ સીક્વેસિંગની માટે લેબમાં મોકલાતા સેમ્પલને ચાર તબક્કામાં પસાર કરવાના હોય છે. લેબમાં બે વિભાગ છે, એક વિભાગમાં સેમ્પલ રિસિવ કરવામાં આવે છે ત્યારબાદ RNA એક્સટ્રૈક્ટ કરાયા છે. બીજા વિભાગનો મુખ્ય હિસ્સો જ્યાં જીનોમ સીક્વેસિંગ કરાય છે.
સૌથી પહેલા લેબમાં આવતા RT-PCRને રિસિવ કરવામાં આવે છે. યુવી લાઇટની મદદથી સેમ્પલ ટ્યૂબ અને સેમ્પલ ફોર્મને ડિસઇન્ફેક્ટ કરાય છે. ત્યાર બાદ સેમ્પલની એન્ટ્રી થાય છે અને ફરીને તેને RNA એક્સટ્રેક્શન માટે મોકલાય છે.
RNA એક્સટ્રેક્શન
સૌથી પહેલી સ્ટેપ છે સેમ્પ છે RNA એક્સટ્રેક્ટ કરવાનું. આ પ્રક્રિયામાં જેટલા કોવિડ પોઝિટિવ સેમ્પલ છે, સૌથી પહેલા RTPCR લેબમાં વે છે. આ લેબમાં SL-3 (બાયો સેફ્ટી લેવલ- 3) વાળી સાવધાનીઓ રાખવામાં આવે છે. આ લેબમાં સેમ્પલમાંથી RNA એક્સટ્રેક્ટ કરાય છે અને ત્યારબાદ તેને સીક્વેસિંગમાં લગાડવામાં આવે છે. RNA એક્સટ્રેક્ટ કરવા માટે બહુ સાવધાની રાખવામાં આવે છે કારણ કે તે અત્યંત સંક્રામક હોય છે અને બહુ જલ્દીથી ફેલાઇ શકે છે.