વલસાડ પાસ ધારક એસોસિએશનના સભ્યો દ્વારા વહેલી તકે ટ્રેન શરૂ કરવા માંગણી ઉઠવા પામી છે. તેઓ એ જણાવ્યું હતું કે વલસાડ- વાપી વચ્ચે નોકરી-ધંધા અર્થે મોટી સંખ્યા માં લોકો ની આવન જાવન રહે છે તેવા સંજોગો માં રેલવે વિભાગ દ્વારા અગાઉ વલસાડથી ચાર અને પાંચ વાગ્યે લોકલ ટ્રેન શરૂ કરી હતી, પરંતુ તા .૨૨ મી માર્ચથી કોરોના ની સ્થિતિ ને કારણે ટ્રેન રદ કરવામાં આવી છે તેથી વલસાડ-વાપી વચ્ચે અપડાઉન કરનારો મોટો વર્ગ ખાનગી વાહનો માં બાય રોડ મુસાફરી કરવી પડી રહી છે જેનો માસિક રૂ. 2500 થી 3000 સુધી ખર્ચ આવી રહ્યો છે જે પરવડતો નથી જ્યારે ટ્રેન માં માસિક પાસ મામુલી ભાડા માં હોય પરવડે છે અને મોટાભાગના પાસ ધારકોનો પગાર રૂ. 10000 થી 12000 હોય મોટી રકમ ભાડા માં ખર્ચાઈ જતી હોય તેમાંય વળી કોવિડ 19 ની હાલની પરિસ્થિતિમાં કંપનીઓએ 20% થી 25% ઓછો પગાર ચૂકવ્યો છે અને મોટાભાગની કંપનીઓએ તેમના કર્મચારીઓને મુસાફરી ભથ્થું આપ્યું નથી. આ સ્થિતિમાં કેટલાક સભ્યોની નોકરી પણ ગુમાવી છે ત્યારે આ પરિસ્થિતિમાં ટ્રેન સેવા ચાલુ કરવામાં આવે તો અનેક લોકો ના પરિવારો ના ઘર નું ગુજરાન સારી રીતે ચાલી શકે તેમ હો વહેલી તકે ટ્રેન શરૂ કરવા માંગ ઉઠવા પામી છે ટ્રેન સેવા ફરીથી ચાલુ થાય તો સમય અને નાણાં બચાવી શકાય તેમ છે અને વરસાદની મોસમમાં માર્ગ દ્વારા મુસાફરી કરવી ખૂબ જોખમી હોય અકસ્માત થવાની પણ શકયતા રહેતી હોય અને હવે કોરોના નું સંક્રમણ ઘટતા ફરીથી વહેલી તકે સવારે 7..45 વાગ્યે ઉપડતી અને સાંજ ની લોકલ ટ્રેન સેવા પુનઃ ચાલુ કરવા માંગ ઉઠવા પામી છે.
