નવી દિલ્હીઃ દિગ્ગજ મહિલા રોકાણકાર ડોલી ખન્નાએ જૂન ક્વાર્ટરમાં પોતાના સ્ટોક પોર્ટપોલિયોમાં 2 નવા સ્ટોક શામેલ કર્યા છે. જ્યારે 2 સ્ટોકમાં તેમણે પોતાન હિસ્સેદારી ઘટાડી છે. નવા ત્રિમાસિક શેરહોલ્ડિંગના ડેટા મુજબ તેમણે ફર્ટિલાઇઝર સેક્ટરની બે કંપનીઓ રામા ફોસ્ફેટ્સ અને એરીઝ એગ્રો કંપનીને પોતાના પોર્ટફોલિયોમાં શામેલ કરી છે. આ કંપનીઓના શેરહોલ્ડર્સમાં ડોલી ખન્નાનું નામ છે.
કંપનીઓએ એવા શેરધારકોનું નામ જાહેર કરવુ પડે છે જેમની હોલ્ડિંગ 1 ટકાથી વધારે હોય છે. Trendlyneના ડેટા મુજબ 30 જૂન, 2021ના રોજ ડોલી ખન્ના પાસે રામા ફોસ્ફેટ્સના 312,509 ઇક્વિટી શેર એટલે કે 1.8 ટકા હિસ્સેદારી હતી. સોમવારે બંધ ભાવ મુજબ તેમના હોલ્ડિંગની વેલ્યૂ 8.7 કરોડ રૂપિયા હતી. આવી રીતે જ તેમની પાસે એરીઝ એગ્રોના 194,336 ઇક્વિટી શેર એટલે કે 1.5 ટકા હિસ્સેદારી હતી.
આ સ્ટોકમાં પણ વધારી હિસ્સેદારી
ડોલી ખન્ને જૂન ક્વાર્ટરમાં એનસીએલ ઇન્ડસ્ટ્રીઝમાં પણ પોતાની હિસસેદારી વધારે છે. તેમની પાસે કંપનીના 793,806 શેર એટલે કે 1.8 ટકા હિસ્સેદારી હતી. પાછલા ક્વાર્ટરમાં તેની હિસ્સેદારી 1.7 ટકા હતી. તેમણે Talbros Automotive Componentsમાં પણ પોતાની હિસ્સેદારી 1.19 ટકાથી વધારીને 1.51 ટકા કરી દીધી છે.