હવે રિટેલ ઇન્વેસ્ટરો સરકારી બોન્ડમાં સીધું રોકાણ કરી શખશે. RBI સોમવારે રિટેલ ઇન્વેસ્ટર્સ માટે એક ડેડિકેટેડ બોન્ડ પર્ચેઝ વિન્ડો ખોલ્યુ છે. તેનો ઉદ્દેશ્ય બેન્કો અને પુલ કરાયેલા સંશાધનો જેવા મ્યુ. ફંડના મેનેજરોથી ઉપર સરકારી ડેટ સિક્યોરિટીઝની માલિકીની લોકતાંત્રિક બનાવી છે.
હવે રિટેલ ઇન્વેસ્ટર્સ સરકારી બોન્ડ્સના RBIના રિટેલ ડાયરેક્ટ ગિલ્ડ એકાઉન્ટ મારફતે ખરીદી અને વેચાણ કરી શકશે. RBIના મતે રિટેલ ઇન્વેસ્ટર્સની પાસે હવે RBIનીસાથે RDG એકાઉન્ટ ખોલવાની અને મેનેજ કરવી સુવિધા હશે.
RDG એકાઉન્ટ્સને આ સ્કીમ માટે ઉપલબ્ધ કરાયેલા ઓનલાઇન પોર્ટ એટલે કે RBI રિટેલ ડાયરેક્ટ ઓનલાઇન પોર્ટલ મારફતે ખોલી શકાશે. ‘ઓનલાઇ પોર્ટલ’ રજિસ્ટર્ડ યુઝર્સને સરકારી જામીનગીરીના પ્રાયમરી ઇશ્યૂકર્તા સુધી પહોંચ અને એનડીએસ- ઓએમ સુધી પહોંચ પણ ઉપલબ્ધ કરાવશે
રિઝ્વ બેન્ક RDG એકાઉન્ટને મેનેજ કરવા માટે કોઇ ચાર્જ વસૂલશે નહીં. RDG એકાઉન્ટનો ઉપયોગ કરીને એક બચતકર્તા પ્રાયમરી માર્કેટમાંથી ખરીદી કરી શકે છે જેની પર અત્યાર સુધી હોન્ડ હાઉસિસ કે સંસ્થાકીય રોકાણકારોનું વર્ચસ્વ છે.
આ એકાઉન્ટ કોઇ ખોલાવી શકે…
- રિટેલ ઇન્વેસ્ટર્સનું ભારતમાં સેવિંગ એકાઉન્ટ હોવુ જરૂરી છે.
- પાન કોર્ડ હોવુ જોઇએ.
- કેવાયસી માટે કોઇ માન્ય દસ્તાવેજ હોવુ જોઇએ
- વેલિડ ઇમેલ આઇટી અને રજિસ્ટર્ડ મોબાઇલ હોવો જોઇએ
- એક અનિવાસી ભારતીય પણ પાત્રતા ધરાવે છે જો કે એ શરત છે કે તેણે ફેમાના નિયમોનું પાલન કરવુ પડશે.