વલસાડ સહિત રાજ્ય માં થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી હેઠળ ગાજવીજ સાથે ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે.
રાજ્ય માં કેટલાક વિસ્તારોમાં આજે ભારે વરસાદ ની આગાહી ને પગલે તંત્ર સાબધુ બન્યું છે, દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ તેમજ સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સાથેજ રાજ્ય ના સૌરાષ્ટ્રમાં પણ રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથી અને દીવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવતા તંત્ર સતત નજર રાખી રહ્યું છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની આગાહીને પગલે એન.ડી.આર.એફ ની ટીમો વલસાડ પહોંચી છે અને સ્થાનિક તંત્ર સાથે સંકલન કરી રહી છે.
ઉત્તર ગુજરાતના પાટણ, અરવલ્લી મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર સહિત રાજ્યના અરવલ્લી, અમદાવાદ નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, અમરેલી, બોટાદ, કચ્છ અને ભાવનગર માં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી ની અસર હેઠળ ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની શક્યતા છે.