દક્ષિણ કોરિયાની એક યુનિવર્સિટી શૌચાલયનો ઉપયોગ કરવા માટે પૈસા આપી રહી છે. જોકે આ નાણાં ડિજિટલ મનીના રૂપમાં આપવામાં આવી રહ્યા છે. આ શૌચાલય ઉલ્સાન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (યુએનઆઈએસટી) માં છે. યુએનઆઇએસટી એ દક્ષિણ કોરિયાની 4 જાહેર યુનિવર્સિટીઓમાંથી એક છે જે વૈજ્ઞાનિક અને તકનીકી સંશોધનને સમર્પિત છે.હકિકતમાં આ ટોયલેટ યુનિવર્સિટીની એક લેબ સાથે જોડાયેલું છે જે આ માનવ કચરામાંથી બાયોગેસ અને ખાતર બનાવે છે. આ શૌચાલય યુએનઆઈએસટીના પર્યાવરણીય એન્જિનિયરિંગના પ્રોફેસર જે-વેન દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેનું નામ બીવી રાખવામાં આવ્યું છે.શૌચાલયમાંથી માનવ કચરો ભૂગર્ભ ટાંકીમાં દબાણ કરવા વેક્યૂમ પમ્પનો ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી પાણીનો બગાડ ઓછો થાય છે. સુક્ષ્મ સજીવો પછી મળને મિથેનમાં તોડીને ઉર્જા સ્રોતમાં રૂપાંતરિત કરે છે. આ પ્રક્રિયામાંથી કાઢવામાં આવતી ઊર્જાનો ઉપયોગ વિદ્યુત બનાવવા અને યુનિવર્સિટીના મકાનમાં ગેસ સ્ટોવ અને ગરમ પાણીના બોઇલર ચલાવવા માટે થાય છે.પ્રોફેસર જે-વેન કહે છે, ‘જો આપણે લીકથી હટીને વિચારીએ તો ઊર્જા અને ખાતર બનાવવા માનવ મળ કિમતી સાબિત થઈ શકે છે. એક દિવસમાં સરેરાશ વ્યક્તિ આશરે 500 ગ્રામ માનવ કચરો કાઢે છે. તેનાથી 50 લિટર મિથેનમાં રૂપાંતરિત કરી શકાય છે. તે લગભગ 0.75 માઇલ સુધી ગાડી ચલાવવા માટે પર્યાપ્ત ઊર્જા ઉત્પન્ન કરી શકે છે, જેનાથી 0.5kWh વીજળી ઉત્પન્ન થાય છે.
