આયુર્વેદ અનુસાર પ્રેગ્નેન્સી દરમિયાન અને પ્રેગ્નેન્સી બાદ નવી માતાને અજમાના પાણીનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. હકીકતમાં તેમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને બળતરા વિરોધી તત્વો હોય છે, જે ખાંસી શરીદી સિવાય સાઇનસમાં પણ આરામ આપે છે. તે મહિલાઓ માટે એક ખાસ જડીબુટ્ટીની જેમ કામ કરે છે, જે પ્રસુતિ બાદ તેમને ઘણા ફાયદાઓ પહોંચાડે છે. પ્રેગ્નેન્સીના કારણે મોટાભાગની મહિલાઓને ગેસ્ટ્રિકની સમસ્યાઓ રહે છે. જેના કારણે તેમને બીજી સમસ્યાઓ પણ ઉભી થાય છે. એવામાં પેટની સમસ્યાઓ દૂર કરવા માટે અજમાનું પાણી ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. અજમાના પાણીનું સેવન કરવાથી રક્ત સંચાર સારી રીતે થાય છે. તેના સેવનથી શરીરમાં રક્તનો પ્રવાહ સમાન રીતે થાય છે.જે માતાઓને સ્તનપાન કરાવવામાં સમસ્યા આવે છે, તેમને અજમાનું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. આમ કરવાથી માતાનું દૂધ પણ વધે છે. અજમાના સેવનથી માતાનો દૂધની ક્વોલિટી વધુ સારી બને છે.પીરિયડ્સમાં કમર અને પેટના નીચેના ભાગમાં થતો દુખાવો દૂર કરવામાં આ ઘણુ ફાયદાકારક છે. નવશેકા પાણી સાથે અજમો લેવાથી દુખાવામાં ઘણો આરામ મળે છે.
