કોરોના મહામારીની બીજી લહેર બાદ હવે ભારતમાં ત્રીજી લહેરની ચેતવણી આપવામાં આવી રહી છે અને તેના સંકેત પણ મળવા લાગ્યા છે. ભારતમાં સતત ત્રીજા દિવસે કોરોના સંક્રમણના નવા કેસોની સંખ્યા વધી છે અને દૈનિક કેસોનો આંકડો 41,000 ને વટાવી ગયો છે.
ભારતમાં બુધવાર, 14 જુલાઇ 2021ના રોજ સમાપ્ત થયેલા છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના સંક્રમણના નવા 41, 806 કેસો નોંધાયા છે. ત્યાર બાદ હવે કુલ પોઝિટીવ કેસની સંખ્યા 3,09,87, 880 થઈ ગઈ છે. 581 નવા મોતના આંકડા બાદ કુલ મોતની સંખ્યા પણ વધીને હવે 4,11,989 થઈ ગઈ છે. તો વળી 39,130 નવા ડિસ્ચાર્જ બાદ કુલ સાજા થનારા લોકોની સંખ્યા 3,01,43,850 થઈ છે. દેશમાં એક્ટિવ કેસની કુલ સંખ્યા 4,32,041 થઈ છે.
- કોરોના સંક્રમણના કુલ કેસ : 3,09,87,880
- સાજા થયેલા કુલ દર્દીઓ : 3,01,43,850
- એક્ટિવ કેસો : 4,32,041
- કુલ મૃત્યુઆંક : 4,11,989
સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા અનુસાર દેશમાં કોરોના વાયરસનો રિકવી રેટ વધીને 97.28% થયો છે. તો વળી ડેઈલી પોઝિટીવિટી રેટ 2.15 ટકા પર છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં કુલ 39 કરોડ, 13 લાખ 40 હજાર 491 લોકોને કોરોના વેક્સિન લગાવામાં આવી છે. તેમાં છેલ્લા 24 કલાકમાં દેશમાં 34 લાખ 97 હજાર 58 લોકોને વેક્સિન લગાવામાં આવી છે.