મહારાષ્ટ્રના રાયગડ જિલ્લાના અલીબાગ સ્થિત સરકારી હોસ્પિટલમાં કોવિડ -19 ની સારવાર લઈ રહેલા 55 વર્ષિય દર્દીએ લોખંડના સ્ટેન્ડથી ડોક્ટર પર હુમલો કર્યો હતો. ડોકટરે દર્દીને કહ્યું હતું કે ઓક્સિજનનો માસ્ક ફરીથી નાક પર પેહરી લો અને આટલુજ કહવાથી દર્દી ગુસ્સે થયો. પોલીસે ગુરુવારે જણાવ્યું હતું કે બુધવારે સવારે અલીબાગ સિવિલ હોસ્પિટલના કોવિડ -19 વોર્ડમાં આ ઘટના બની હતી. આ ડોક્ટર સ્વપનદીપ થાલેને આ હુમલામાં ઇજાઓ પહોંચી હતી અને તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. રાઉન્ડ પર આવેલા ડોક્ટરે તેને કહ્યું કે ફરીથી ઓક્સિજનનો માસ્ક ન કાઢતા અને નાક પર પેહરી લો. ડોક્ટરની આ સૂચનાથી દર્દી નારાજ હતો. પાછળથી, જ્યારે ડોક્ટર ખુરશી પર બેઠા હતા, ત્યારે દર્દી પાછળથી આવ્યો અને સ્ટેન્ડથી તેના માથા પર હુમલો કરવાનું શરૂ કર્યું, પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આ ઘટનામાં ઘાયલ ડોક્ટરને એક જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે દર્દી સામે ભારતીય દંડ સંહિતાની કલમ 353 (જાહેર કર્મચારીને ફરજ બજાવવાથી બળજબરીથી સંયમ રાખવી અથવા હુમલો કરવો) હેઠળ ગુનો નોંધ્યો છે.
