વૈજ્ઞાનિકોએ એનિમિયાની તપાસ કરવાની એક નવી રીત શોધી કાઢી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સ્માર્ટફોનની મદદથી આંખોના નીચેના ભાગનો ફોટો લઈ હવે એનિમિયાની ઓળખ કરી શકાશે. વૈજ્ઞાનિકોએ AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)થી સજ્જ એક એવું મોડેલ તૈયાર કર્યું છે જે પાંપણની પાછળના ભાગનો ફોટો લઈ એનાલિસિસ કરે છે. તપાસ બાદ તે જણાવે છે કે વ્યક્તિ એનિમિયાથી પીડિત છે કે કેમ. બ્રાઉન યુનિવર્સિટી અને અમેરિકાના રોહ્ડ આઈલેન્ટ યુનિવર્સિટીના સંશોધકોએ મળીને આ મોડેલ તૈયાર કર્યું છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, જે ટેક્નોલોજીથી ફોટોની સપાસ કરવામાં આવી રહી છે તેને એક એપમાં બદલી શકાય છે. તેના માટે વ્યક્તિએ પોતાની આંખનો ફોટો લેવાનો રહેશે. ત્યારબાદ એપ પર ફોટો અપલોડ કરવાનો રહેશે. એપ ફોટોની તપાસ કરવા એનિમિયા પર રિપોર્ટ આપશે. તપાસની આ નવી રીત તમામ લોકો પાસે ઉપલબ્ધ હોવાથી હવે બ્લડ ટેસ્ટની જરૂરિયાત નહિ રહે. સામાન્ય ભાષામાં એનિમિયાનો મતલબ થાય છે કે શરીરમાં હીમોગ્લોબિનની ઊણપ સર્જાવી. દુનિયાના ઘણા લોકો તેનાથી પીડિત છે. એનિમિયાથી પણ મૃત્યુનું જોખમ વધે છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને ગંભીર દર્દીઓમાં. આ રીત એટલા માટે ખાસ છે કારણ કે હવે એનિમિયાનો ટેસ્ટ કરાવવા માટે દર્દીએ બ્લડ સેમ્પલ આપવા કોઈ પીડા સહન નહિ કરવી પડે. આ પહેલાં એક રિસર્ચમાં એમ સાબિત થયું હતું કે, હાથના નખ અને હથેળીની સરખામણીએ આંખની તપાસ કરવાથી એનિમિયાની તપાસ વધુ ચોક્કસાઈ પૂર્વક કરવાનો વિકલ્પ છે.
