મોદી સરકાર દેશના જાહેર ક્ષેત્રની કંપનીઓ અને બેન્કોના ખાનગીકરણ માટે ઘણા પ્રયત્નશીલ છે અને આ દિશામાં મક્કમ ગતિએ આગળ વધી રહી છે.
હવે એવા સમાચાર આવ્યા છે કે દેશની તમામ સરકારી બેન્કોનું ખાનગીકરણ કરી દેવામાં આવશે. આ અહેવાલ બાદ લોકોમાં દહેશત વધી ગઇ છે. કારણ કે હજી પણ ભારતીય લોકોને ખાનગી બેન્કો કરતા સરકારી બેન્કો પર વધારે વિશ્વાસ છે.
દેશના નાણા સચિવ ટી.વી. સોમનાથને જણાવ્યું કે સરકાર લગભગ જાહેર ક્ષેતરની તમામ બેંકોનું ખાનગીકરણ કરશે. સોમનાથને 13 જુલાઈના રોજ ઇન્ડિયા પોલિસી ફોરમ 2021માં જણાવ્યું કે સરકાર સરકાર તેની જાહેર કરેલી નીતિ મુજબ આ ક્ષેત્રમાં ફક્ત નજીવી હાજરી જાળવશે. તેમણે સ્પષ્ટતા કરી કે આ તેમના અંગત મંતવ્યો છે.
નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાયડ ઇકોનોમિક રિસર્ચ, અર્થવ્યવસ્થા આધારિત ટેંક દ્વારા આયોજિત કરાયેલા એક કાર્યક્રમમાં સોમનાથને આ અંગે વાત કરી. સોમનાથને આ વાત એવા સમયે કહી છે જ્યારે દેશની સૌથી મોટી સરકારી વિમા કંપની તેના IPO લાવવાની તૈયારીમાં છે.
સોમનાથને વધુમાં જણાવ્યું કે અમે જાહેરાત કરી છે કે મોટાભાગની સરકારી બેંક ખાનગી કરી દેવામાં આવશે. એમ કહેવું કે આખરે ખાનગીકરણ અને ખરેખર તેમનું ખાનગીકરણ કરવું એ બે જુદી જુદી બાબતો છે, પરંતુ અમે તેમનું ખાનગીકરણ કરવામાં સંપૂર્ણ રીતે સક્રિય છીએ. બેન્કિંગ એ એવા ક્ષેત્રમાંનો એક છે જ્યાં ઓછામાં ઓછી સરકારી બેન્કો જ હશે. આ જાહેર કરેલી નીતિ છે.