મુંબઇઃ દેશભરમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો આસમાનને સ્પર્શી રહી છે. આજે 17 જુલાઇ, 2021 શનિવારના રોજ ફરી ઇંધણના ભાવ વધ્યા છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા આજે પેટ્રોલની કિંમતમાં પ્રતિલિટર દીઠ 30 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે જો કે ડીઝલની કિંમતમાં કોઇ ફેરફાર કર્યો નથી. આ સાથે દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર દીઠ વધીને 101.84 રૂપિયા અને ડીઝલની કિંમત 97.45 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગઇ છે. પેટ્રોલની કિંમતો દેશમાં હાલ ઐતિહાસિક ઉંચાઇએ પહોંચી ગઇ છે. મધ્યપ્રદેશના બાલાઘાટ ખાતે પેટ્રોલની કિંમત 112.41 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગઇ છે.
શહેરનું નામ | પેટ્રોલ | ડીઝલ |
દિલ્હી | 101.84 | 89.87 |
મુંબઇ | 107.83 | 97.45 |
ચેન્નઇ | 102.49 | 94.39 |
કલકત્તા | 102.08 | 93.02 |
ભોપાલ | 110.20 | 98.67 |
રાંચી | 96.68 | 94.84 |
બેંગ્લોર | 105.25 | 95.26 |
પટના | 104.25 | 95.51 |
ચંડીગઢ | 97.93 | 89.50 |
લખનઉ | 98.92 | 90.26 |