મુંબબઃ હવામાન વિભાગે ચાલુ વર્ષે પણ ચોમાસાની સિઝનમાં સારો વરસાદ પડવાની આગાહી કરી હતી. જો કે વરસાદમાં વિલંબથી ખેડૂતોનાી ચિંતા વધી રહી છે. ગત વર્ષની તુલનાએ ચાલુ ખરીફ સિઝન દરમિયાન કૃષિ પાકોના વાવેતરની કામગીરી અત્યંત ધીમી રહી છે.
કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ પાછલા સપ્તાહે 9 જુલાઇ સુધી ખરીફ પાકોનું વાવેતર વાર્ષિક તુલનાએ 10.45 ટકા ઓછુ હતુ, જે ચાલુ સપ્તે 16 જુલાઇ, 2021 સુધીમાં ગંભીર રીતે પ્રભાવિત થતા 11.6 ટકા ઓછું રહ્યુ છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે ખરીફ કૃષિ પાકો હેઠળનો વાવેતર વિસ્તાર છેલ્લા 5 વર્ષના સરેરાશ વાવેતર વિસ્તારથી નીચે આવી ગયુ છે.
કેન્દ્રીય કૃષિ મંત્રાલયના આંકડાઓ મુજબ દેશમાં ખરીફ કૃષિ પાકો (જુલાઇ-જૂન) 2021-22નું વાવેતર 16 જુલાઇ 2021 સુધી 611.89 લાખ હેક્ટરમાં થયુ છે. આ વાવેતર પાછલા વર્ષે સમાન સમયમાં 691.93 લાખ હેક્ટરમાં થયુ હતુ. ચોમાસામાં વિલંબ અને ખેતી માટે પાણીની ઉપલબ્ધતા ઓછી હોવાથી તેમજ જમીનમાં ભેજનું પ્રમાણ ઓછું રહેતા વાવેતર ઘટ્યુ છે.
પાક | 2021 | 2020 |
ડાંગર | 161.97 | 174.44 |
તુવેર | 32.79 | 32.20 |
અડદ | 17.87 | 23.29 |
મગ | 16.37 | 20.66 |
જુવાર | 6.85 | 9.34 |
બાજરી | 22.02 | 36.60 |
મકાઇ | 58.86 | 63.80 |
મગફળી | 30.34 | 37.27 |
સોયાબીન | 93.23 | 105.84 |
તલ | 4.15 | 5.01 |
એરંડા | 0.16 | 0.31 |
કોટન | 98.38 | 113.01 |
શેરડી | 53.70 | 52.82 |