વલસાડ પંથક માં ભારે વરસાદ ને પગલે નદીઓ માં વ્યાપક પાણી આવવા સાથે વલસાડ શહેરની શાકભાજી માર્કેટમાં વરસાદ ના પાણી ફરી વળતા શાકભાજી વેંચતા ફેરિયા મુશ્કેલી માં મુકાઈ ગયા છે,વલસાડ ના છીપવાડના દાણા બજાર અને નાની ખાત્રીવાડ વિસ્તારમાં પાણી નો ભરાવો થઈ ગયો છે. છીપવાડ રેલવે ગરનાળુ અને મોગરવાડી ગરનાળામાં વરસાદી પાણીનો ભરાઇ જતા અવર જવર ઉપર અસર થઈ છે,
ઉમરગામ માં ધોધમાર વરસાદના કારણે ઊંડી ગઢેર, માછીવાડ, વોર્ડ નંબર 4, SMV રોડ, ઉદવાડા પરિયા રોડના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા હતા તેમજ અનેક મકાનોની અંદર પાણી ઘૂસ્યા હતા.
ધોધમાર વરસાદના કારણે ભીલાડ અંડરપાસ આખો ડૂબી જતા વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી.
તાજા મળી રહેલા અહેવાલો મુજબ વલસાડ ના પારડી ખડકી હાઈવે ઉપર ભારે વરસાદ ને લઈ માર્ગ પર પાણી ફરી વળતા હાઈવે પર ટ્રાફિક જામ ની સમસ્યા સર્જાઈ છે.
પારડી રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર પાણી નો ભરાવો થતાં વાહનોની 6 થી 7 કિ.મી લાંબી ફાઉન્ટન હોટેલ સુધી લાઈનો લાગતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
હાઈવે બ્રિજ ના અધૂરા કામો ને કઈ કલાકો સુધી લોકો હાઈવે પર અટવાયા હોવાનું સામે આવ્યું છે આમ ભારે વરસાદ વચ્ચે સર્વત્ર જળબંબાકાર જોવા મળી રહયો છે.