મુંબઇઃ ચાલુ સપ્તાહે કંપનીઓના જૂન ક્વાર્ટરના પરિણામો શેરબજારની દિશા નક્કી કરશે. એનાલિસ્ટોનું માનવુ છે કે વૈશ્વિક બજારોમા ઉત્સાહના અભવા ત્યા વધૃઘટ ચાલુ રહી શકે છે. નોંધનિયછે કે બકરી ઇદને પગલે બુધવારે શેરબજાર બંધ રહેશે. રેલિગેર બ્રોકિંગના વાઇસ પ્રેસિડેન્ટ અજિત મિશ્રાનું કહેવુ છે કે આ સપ્તાહ ઓ છા ટ્રેડિગ સેશનવાળુ છે. વૈશ્વિકઘટનાક્રમ તથા ક્વાર્ટરલી પરિણામો શેરબજારની દિશા નક્કી કરશે. તે ઉપરાંત કોરોના સંબંધિત ઘટનાક્રમ તથા ચોમાસાની પ્રગતિથી પણ શેરબજારનો ટ્રેન્ડ નક્કી થશે. સપ્તાહ દરમિયાન ઘણી મોટી સંપત્તિઓના જૂન ક્વાર્ટરના પરિણામો જાહેર થશે.
તેમણે કહ્યુ કે, આ સપ્તાહે રિલાયન્સ, એસીસી,એશિયન પેઇન્ટ્સ, બજાજ ફાઇનાન્સ, બજાજ ઓટો,એચસીએલ ટેકનોલોજી, એચડીએફસી લાઇફ ઇન્સ્યોરન્સ, આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ, હિન્દુસ્તાન યુનિલિવર, અલ્ટ્રાટેક સિમેન્ટ, અંબુજા સિમેન્ટ તથા જેએસડબલ્યુ સ્ટીલ જેવી મોટી કંપનીઓના જૂન ક્વાર્ટરના પરિણામ જાહેર થશે.
રિલાયન્સ સિક્યોરિટીઝના સ્ટ્રેટજી હેડ વિનોદ મોદીનું કહેવુ છે કે અમારા મતે ચોમાસાની પ્રગતિ, જૂન ક્વાર્ટરના પરિણામો, કોરોના વાયરસના સંક્રમણનો દર નજીકના ભવિષ્યમાં શેરબજારોની દિશા નક્કી કરશે.
જિયોજીત ફાઇનાન્સિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે કહ્યુ કે, અમે ક્વાર્ટરલી પરિણામોની સીઝનમાં પ્રવેશ કરી રહ્યા છે.એવામાં બજારની દિશા ક્વાર્ટરલી પરિણામો તથા કંપનીઓના મેનેજમેન્ટની ટિપ્પણીઓ પર નિર્ભર કરશે. સપ્તાહ દરમિયાન સ્પેસિફિક સેક્ટર આધારિત ટ્રેડિંગ જોવા મળી શકે છે. અલબત્ત વૈશ્વિક બજારોમાં સુસ્તી તથા વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીથી બજારમાં વધ-ઘટ રહી શકે છે.
વિતેલ સપ્તાહ દરમિયાન બેન્ચમાર્ક સેન્સેક્સ 753 પોઇન્ટ કે 1.43 ટકા વધ્યો. સેન્સેક્સ અને નિફ્ટી
નવી ઐતિહાસિક ઉંચાઇ એ પહોંચવાની સાથે સાથે તેમાં અનુક્રમે 1.4 ટકા અને 1.5 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.