હરિદ્વારઃ ઉત્તરાખંડમાં વરસાદ અને ભૂસ્ખલન સ્વરૂપે કુદરતનો કહેર ચાલુ રહ્યો છે. ઉત્તરાખંડમાં આજે મોડી રાત્રે આકાશમાંથી આફત વરસી છે. ઉત્તરકાશીના જિલ્લાના માંડો ગામમાં વાદળ ફાટવાથી 3 લોકોના મોત થયા છે તો 4 લોકો ગુમ થઇ ગયા છે. એચડીઆરએફની ટીમ બચાવ અભિયાનમાં લાગી ગઇ છે.
SDRFના ટીમઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર જગદંબા પ્રસાદે માહિતી આપી કે આ ઘટનામાં 3 લોકોના મોત થયાની પૃષ્ટિ કરાઇ છે. જાણકારી મુજબ લાપતા થયેલા લોકોમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે.
માંડો ગામમાં લગભગ નવ ઘર કાટમાળની ઝપેટમાં આવ્યાછે જેમાં ઘણા લોકો અને વાહનો દબાઇ ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામા આવી રહી છે. હાલ ઘટનાસ્થળે એનડીઆરએફ, એસટીએફ, એસડીઆરએફ અને પોલિસ પહોંચી ગઇ છે અને બચાવ કામગીરી ચાલી રહી છે. તે ઉપરાંત નિરાકોટઅને પનવાડી વિસ્તારમાં પણ કાટમાળઆવતા મોટું નુકસાન થયુ છે.
ગામમાં દેવાનંદ ભટ્ટે કહ્યુ કે, મોટી રાત્રે પાણીના ભારે પ્રવાહની સાથે મોટા પ્રમાણમાં કાટમાળ તણાઇ આવતા લોકો ઘરો સુધી પહોંચ્યુ હતો. કોઇને બચવાની તક જ ન મળી કારણ કે હવામાન ખરાબ હોવાના કારણે મોટાભાગના લોકો પોતાના ઘરમાં હતા.