મુંબઇમાં ભારે તબાહી મચાવ્યા બાદ ફરી સોમવારે વરસાદ શરૂ થઇ ગયો છે. વેસ્ટર્ન અને ઇસ્ટર્ન સબર્ન્સની સાથે સાઉથ સેન્ટ્રલ મુબઇમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાહે સોમવારની માટે રેડએલર્ટ જારી કર્યુ છે. જેમાં આગામી 48 કલાક માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યુ છે. હવામાન વૈજ્ઞાનિકોએ આગામી પાંચ દિવસ સુધી વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. ઘણા વિસ્તારોમાં રાતભરથી ધીમે ધીમે વરસાદ પડી રહ્યો છે.
હવામાન વિભાગે આગામી 48/ કલાક દરમિયાન મુંબઇ, થાને, પાલઘર, રાયગઢ અને કૌંકણના લોકોને સાવધાની રહેવાની ચેતવણી આપી છે. મહારાષ્ટ્રના મરાઠવાડા, પશ્ચિમ મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદની ચેતવણીઆપી છે. આજે સાંજે 6 વાગે 58 મિનિટે દરિયામાં 3.65 મીટર ઉંચા હાઇ ટાઇડ એટલે કે ઉંચા મોજા ઉછલવાની પણ સંભાવના વ્યક્ત કરી છે. હાઇ ટાઇડ અને વરસાદથી મુંબઇવાસીઓની મુશ્કેલી વધી જશે.
આ દરમિયાન મુંબઇમાં મૂશળધાર લીધે વિવિધ બનાવમાં 33 જણ મોતના થયા હતા. ચેમ્બુરમાં ભેખડ ધસી પડતા મહિલા, બાળકો સહિત 19 જણ ઊઘમાં જ મૃત્યુ પામ્યા હતા વિક્રોલીમાં પાંચકે ઘર તૂટી પડતા 10 જણ અને ભાંડુપમાં દીવાલ તૂટી જતા 16 વર્ષનો કિશોર મોતને ભેટયા હતા.
કાટમાળ નીચે દબાઇ ગયેલા લોકોને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. આ બનાવ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહમંત્રી અમિત શાહે શોક વ્યકત કર્યો હતો. પ્રત્યકે મૃતકના પરિવારને વડાપ્રધાને બે લાખ રૂપિયા અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરેએ પાંચ લાખ રૂપિયાની મદદ જાહેર કરી હતી.