મુંબઇ: સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી અભિનીત વોર-ડ્રામા’ ફિલ્મ ‘શેરશાહ’ સતત ચર્ચામાં છે. તાજેતરમાં જ ફિલ્મનો કિયારા અડવાણી અને સિધ્ધાર્થ મલ્હોત્રાનો ફર્સ્ટ લુક રિલીઝ થયો હતો. જેમાં કિયારાને જોયા બાદ ફરી એકવાર ‘કબીરસિંહ’ના ચાહકોની યાદો તાજી થઈ ગઈ હતી. શેયરશાહમાં ‘ડિમ્પલ ચીમા’નું પાત્ર ભજવનારી કિયારા અડવાણી ખૂબ જ સરળ લુકમાં જોવા મળી હતી. તેનો લુક ‘કબીર સિંહ’માં તેના પ્રીતિના લુક જેવો જ છે.
આ સાથે જ સિદ્ધાર્થ મલ્હોત્રાનો લુક પણ એકદમ સરળ રાખવામાં આવ્યો છે. શેરશાહમાં સિદ્ધાર્થ મલ્હોત્રા આર્મી ઓફિસર કેપ્ટન વિક્રમ બત્રાની ભૂમિકા નિભાવી રહ્યો છે. આ દરમિયાન અભિનેતાનું બીજું એક પોસ્ટર બહાર પાડવામાં આવ્યું છે. જેમાં તે હાથમાં બંદૂક લઈને ગણવેશમાં યુદ્ધના મેદાનમાં જોવા મળી રહ્યો છે. ફિલ્મ ‘બિલા’ ના દિગ્દર્શક વિષ્ણુ વર્ધન ઘણા લાંબા સમય પછી આ ફિલ્મથી પરત ફરી રહ્યા છે.
વિષ્ણુ વર્ધન સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો પ્રતિભાશાળી ડિરેક્ટર માનવામાં આવે છે. જેમણે બોલિવૂડ ફિલ્મના નિર્દેશન દ્વારા સાડા પાંચ વર્ષ પછી કમબેક કર્યું છે. એટલે કે, તે બોલિવૂડમાં વિષ્ણુ વર્ધનની પહેલી ફિલ્મ બનવા જઈ રહી છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી અભિનીત ફિલ્મ ‘શેરશાહ’ નું દિગ્દર્શન વિષ્ણુ વર્ધન દ્વારા કર્યું છે. તે પોતાના હિન્દી પદાર્પણથી ખૂબ જ ખુશ છે.
દેશભક્તિની વાર્તા પર આધારિત આ ફિલ્મના રિલીઝની પ્રેક્ષકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ફિલ્મ અંગે દર્શકોમાં ભારે ઉત્તેજના છે. ફિલ્મની સામગ્રીને ધ્યાનમાં રાખીને નિર્માતાઓ તેને સ્વતંત્રતા દિવસ નિમિત્તે રજૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ ફિલ્મ 12 ઓગસ્ટે એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે.