ભારતની પોઇન્ટઓફ સેલ એટલે કે POS કેટેગરીમાં ત્રીજી સૌથી મોટી કંપની ભારતપે એ પોતાના નવા કર્મચારીઓ માટે બમ્પર જોઇનિંગ પર્કની ઘોષણા કરી છે. જેમાં નવા કર્મચારીને બીએમ઼ડબ્લ્યુ બાઇકક, એપલ આઇપોડ પ્રો, સેમસંગ ગેલેક્સી વોચ ઉપરાંત નવેમ્બરમાં યોજાનાર આઇસીસી મેન્સ- T20 વર્લ્ડ કપમાં દુબઇ ટૂર પર જવાનો મોકો મળશે.
ભારતપે પોતાની વિસ્તરણ યોજના હેઠલ આગામી કેટલાક દિવસોમાં મર્ચન્ટ અને કન્ઝ્યુમર લેડિંગના ક્ષેત્રમાં કેટલીક નવી પ્રોડક્ટ્સનું લોન્ચિંગ કરી રહી છે. આની માટે ટીમનુ વિસ્તરણ કરી રહી છે. કંપનીના મતે ચાલુ નાણાકીય વર્ષના અંત સુધી કંપની પોતાની ટીમ ત્રણ ગણી વધારશે. આની માટે કંપની પોતાની કોર ટીમમાં 100 નવા લોકોને શામેલ કરશે અને આની માટે કંપનીએ જબરદસ્ત ઓફર લાવી છે.
બાઇક પેકેજમાં 5 સુપર બાઇકનો વિકલ્પ
ઇન્ડસ્ટ્રીઝના બેસ્ટ ટેલેન્ટને આકર્ષિત કરવા માટે કંપની શાનદાર ઓફર આપી રહી છે. તેમાં બે મુખ્ય છે – પહેલું બાઇક પેકેજ છે અને બીજુ ગેજેટ્સ પેકેજ છે. બાઇક પેકેજ હેઠળ એમ્કોપ્લોઇને 5 સુપર બાઇકનો વિકલ્પ મળશે. તેમાં BMW G310R, Jawa Parek, KTM Duke 390, KTM RC 390 અને રોયલ એનફિલ્ડ હિમાલયન શામેલ છે.
ગેજેટ્સ પેકેજમાં જબરદસ્ટ ઓફર
ગેજેસ્ટ પેકેજ હેઠળ કંપની Apple iPad Pro (with Pencil), Bose હેડફોન, હર્મન કાર્ડન સ્પીકર્સ, સેમસંગ ગેલેક્સી વોચ, WFH ડેસ્ક એન્ડ ચેર અને સાયલિંગની માટે Firefox Typhoon 27.5 D સાઇકલ ઓફર કરી રહી છે.
વર્લ્ડ કપ ટૂર માણવા દુબઇ મોકલશે
ઉપરાંત ચાલુ વર્ષે ઓક્ટોબરમાં દુબઇમાં યોજાનાર ICC Men’s T20 World Cupની શરૂઆત થઇ રહી છે. કંપની તરફથી પોતાની ટીમના તમામ કર્મચારીઓને મેચ જોવા માટે દુબઇ પણ લઇ જશે.