દિલ્હીમાં જુલાઇ મહિનાનું રાશન ઇ-પોઇન્ટઓફ સેલ (ઇ-પોસ) મશિન મારફતે વિતરણ કરવાનો આદેશ ખાદ્ય વિભાગે જારી કર્યો છે. આ સાથ જ દિલ્હીમાં જુલાઇ મહિનાથી જ વન નેશન- વન રાશન કાર્ડ યોજના લાગુ થઇ જશે. દિલ્હીમાં યોજના લાગુ થયા બાદ હવે ત્યાં રહેતા પ્રવાસી મજૂરોને ઘણો ફાયદો થશે અને તેઓ અન્ય રાજ્યોમાં બનેલા પોતાનાં રાશન કાર્ડથી હવે દિલ્હીમાં રેશનિંગની દુકાન પરથી સસ્તુ અનાજ ખરીદી શકશે.
હવે ગુજરાતની સંવેદનશીલ રૂપાણી સરકાર રાજ્યમાં વન નેશન- વન રાશન કાર્ડની સુવિધા ક્યારે શરૂ કરે છે તે જોવાનું રહેશે.
કેન્દ્ર સરકારની આ યોજનામાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ રાશનકાર્ડ ધારક દેશભરમાં કોઇ પણ રેશનિંગની દુકાનેથી પોતાના માસિક અનાજનો જથ્થો મેળવી શકે છે. રેશનિંગનીઆ પોર્ટેબિલિટી ઇ-પીઓએસ મશિનો પર નિર્ભર કરે છે, જે રાશનકાર્ડ ધારકોની ઓળખાણ અને પાત્રતાને વેરફાઇન કરવા માટે આધાર સંબંધિત બાયોમેટ્રિક સિસ્ટમનો ઉપયોગ કરે છે.
દિલ્હી સરકારે ખાદ્ય વિભાગે 19 જુલાઇના રોજ આદેશ જારી કહ્યુ કે, દિલ્હીમાં જુલાઇનું રાશન ઇ-પોસ મશિનો મારફતે વિતરિત કરવામાં આવશે. પબ્લિક ડિસ્ટ્રીબ્યૂશન સિસ્ટમ વેલફેર એસોસિએશનના પ્રમુખે દિલ્હી સરકારના આ નિર્ણયનું સ્વાગત કર્યુ છે.