દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ હાલ ઐતિહાસિક ઉંચાઇએ પહોંચી ગયા છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ મંગળવારના ઇંધણના ભાવ જાહેર કર્યા છે. રવિવાર અને સોમવારે પેટ્રોલ-ડીઝલની કિંમતો સ્થિર રહ્યા બાદ મંગળવારે પણ કિંમતોમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.એટલે કે સતત ત્રીજા દિવસે દેશભરમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો સ્થિર રહી છે. દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમત 101.84 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 89.87 રૂપિયા પ્રતિ લિટર છે.
શહેરનું નામ | પેટ્રોલ | ડીઝલ |
દિલ્હી | 101.84 | 89.87 |
મુંબઇ | 107.83 | 97.45 |
ચેન્નઇ | 101.49 | 94.39 |
કલકત્તા | 102.08 | 93.02 |
ભોપાલ | 110.20 | 98.67 |
રાંચી | 96.68 | 94.84 |
બેંગ્લોર | 105.25 | 95.26 |
પટના | 104.25 | 95.57 |
ચંડીગઢ | 97.93 | 89.50 |
લખનઉ | 98.92 | 90.26 |
અમેરિકાના લીધે ફરી એક વાચર ક્રૂડ ઓઇલના માર્કેટનું સેન્ટિમેન્ટ પ્રભાવિત થયુ છે. ત્યાં કોરોના વાયરસના ડેલ્ટા વેરિયન્ટના કેસો ઝડપથી વધી રહ્યા છે. તેના લીધે ગઇકાલે ડબ્લ્યુટીઆઇ ક્રૂડ ઓઇલ 7.63 ટકા ઘટીને 66.33 ડોલર સુધી ઘટી ગયુ હતુ. તો ઓપેક પ્લસ દેશોએ વિતેલ રવિવારે ક્રૂડઓઇલનું ઉત્પાદન વધારવા સહમત દર્શાવી છે.