મુંબઇઃ ગ્લેનમાર્ક લાઇફ સાયન્સિસ કંપની આઇપીઓ લઇને આવી રહી છે. કંપનીનો આઇપીઓ 27 જુલાઇના રોજ ખલશે અને તેમાં 29 જુલાઇ સુધી એપ્લિકેશન કરી શકાશે. ગ્લેનમાર્ક લાઇફ સાયન્સિસ ફાર્મા કંપની ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સની પેટા કંપની છે. પહેલા કંપનીએ આઇપીઓ મારફતે 1600 કરોડ રૂપિયા ઉભા કરવાની યોજના બનાવી હતી. પરંતુ હવે કંપનીઓ આઇપીઓની સાઇઝ ઘટાડી દીધી છે.
ગ્લેનમાર્ક લાઇફ સાયન્સિસનો આઇપીઓ હવે 1060 કરોડ રૂપિયાનો છે, જેમાં પેરન્ટ કંપની ગ્લેનમાર્ક ફાર્મા ઓપન ફોર સેલ મારફતે 63 લાખ શેર વેચશે. એકર ઇન્વેસ્ટરો માટે આ ઇશ્યૂ 26 જુલાઇના રોજ ખુલશે. શેરબજારમાં ગ્લેનમાર્ક લાઇફના શેરનું 6 ઓગસ્ટના લિસ્ટિંગ થવાની અપેક્ષા છે.
કોટક મહિન્દ્રા કેપિટલ, બીઓએફએ સિક્યોરિટીઝ, ગોલ્ડમેન સાશ, ડીએએમ કેપિટલ, એસબીઆઇ કેપિટલ અને બીઓબી કેપિટલ આ આઇપીઓના ઇન્વેસ્ટમેન્ટ બેન્કરો છે. કંપનીએ ચાલુ વર્ષે એપ્રિલમાં સેબીને આઇપીઓ માટે અરજી કરી હતી. ચાલુ જુલાઇ મહિનામાં આ પાંચમો આઇપીઓ હશે. તેની પહેલા ચાલુ મહિને જીઆર ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ, ક્લીન સાયન્સ, ઝોમેટો અને તત્વ ચિંતન ફાર્મા કંપનીના આઇપીઓ આવી ગયા છે.