આજના અનિશ્ચિતતા ભર્યા જીવનમાં ટર્મ પ્લાન બહુ આવશ્યક બાબત બની ગઇ છે. ટર્મ પ્લાન વ્યક્તિની મૃત્યુ બાદ તેન ગેરહાજરીમાં તેના પરિવારને આર્થિક સુરક્ષા કવચ પુરી પાડે છે. કોરોના સંકટકાળમાં મોટી સંખ્યામાં લોકોએ ટર્મ પ્લાન ખરીદયા છે. જો કે ટર્મ પ્લાન ખરીદતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવુ જોઇએ જેથી તમને તેનો મહત્તમ ફાયદો મળે…
ટર્મ પ્લાનની આવશ્યકતા
જીવન વીમા પોલિસીઓ મુખ્યત્વ બે પ્રકારની હોય છે, એક નેટ પ્રોટેક્શન પ્લાન હોય છે, બીજું વીમા અને રોકાણ બંનેના મિશ્રણવાળી પોલિસી. નેટ પ્રોટેક્શનવાળી પોલિસીને ટર્મ પ્લાન કહેવાય છે. જેમાં પોલિસી ધારકની મોત પર વળતર મળે છે. જેમાં ટર્મ પ્લાનની પ્રીમિયમના આધારે વળતર મળે છે.
બેસ્ટ ટર્મ પ્લાન્ લેવો
ટર્મ પ્લાન જીવન વીમા માટે યોગ્ય પ્રોડક્ટ છે. જે કોઇ દુર્ઘટનાની સ્થિતિમાં તમારા પરિવારને આર્થિક સુરક્ષા આપે છે. જો તમે સુવ્યવસ્થિત રહો છો તો તેમાં પ્લાનની મેચ્યોરિટી પર પોલિસીધારકને કોઇ રકમ મળતી નથી. ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર પણ વીમા અને રોકાણને અલગ-અલગ રાખવાની સલાહ આપે છે.
કેટલી રકમની પોલિસી લેવી
ટર્મ પ્લાન હકિકતમાં અત્યંત ઓછા પ્રીમિયમ પર તમને સારું કવર આપે છે. સામાન્ય રીતે ટર્મ પ્લાન 10, 15, 20, 25 કે 30 વર્ષ માટે લેવામાં આવે છે. તમારે તમારી વાર્ષિક આવકના ઓછામાં ઓછા 10 ગણો ટર્મ પ્લાન ખરીદવો જોઇએ. તેની સાથે જ તમારે તમારી આવક વધવાની સાથે સાથે તમારા ટર્મ પ્લાનનું કદ વધારવું જોઇએ અથવા નવો ટર્મ પ્લાન ખરીદવો જોઇએ..
ટર્મ પ્લાનમાં નોમિનેશન
કોઇ વીમા પોલિસીમાં નોમિનેશન સૌથી મહત્વપૂર્ણ હિસ્સો છે. તમે ટર્મ પ્લાન પોતાના કુટુંબની નાણાંકીય સુરક્ષા માટે ખરીદો છો. કોઇ અનિચ્છનિય ઘટનામાં નોમિનેશન એની ખાતરી આપે છે કે તમે જેને ઇચ્છો છો તેને જ આ વીમાની રકમ મળશે. તમારે ખાસ કરીને ટર્મ પ્લાન ખરીદતા સમયે તમારા નોમિની કે વારસદારની માહિતી જરૂર આપવ જોઇએ.
અન્ય બાબતો
ટર્મ પ્લાનનું પ્રીમિયમ ત્રણ પરિબળો પર નિર્ભર કરે છે – તમારી ઉંમર, કવરેજની રકમ અને પોલિસીની મુદ્દત, એક જ ઉંમર, સમયગાળા અને લાઇફ કવરની માટે અલગ-અલગ વ્યક્તિઓ પાસેથી વીમા કંપની અલગ-અલગ ચાર્જ વસૂલે છે. ટર્મ વીમા પોલિસી ખરીદતા પહેલા તમારે ઓનલાઇન વેબસાઇટ પર અલગ-અલગ ફિચરની તુલના કરી શકાય છે. ત્યારબાદ જ તમારે યોગ્ય ટર્મ ઇન્સ્યોરન્સ પ્લાનની ખરીદી કરવી જોઇએ.