દુનિયાના બીજા ક્રમના સૌથી મોટા ધનવાન અને ઇલેક્ટિક કાર કંપની ટેસ્લા તથા સ્પેસએક્સના સીઇઓ એલન મસ્કનું એક ટ્વિટ ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ભૂકંપ લાવવા પુરતુ છે. તેઓ ઘણી વખત આવી કરી ચૂક્યા છે. તાજેતરમાં જ તેમણે ફર વાર આવુ જ કર્યુ છે. મસ્કે પોતાના ટ્વિટર પ્રોફાઇલનો ફોટો શું બદલ્યો, ડોગકોઇન ક્રિપ્ટોકરન્સીની કિંમત બદલાઇ ગઇ.
આ ફોટામાં મસ્કે એવા ચશ્મા પહેરી રાખ્યા છે જેનાથી ડોગેની ઇમેજ રિફ્લેક્ટ થઇ રહી છે જે ડોગકોઇનના સિંબલ Shiba Inuની છે. તેનાથી સોમવારે આ ક્રિપ્ટોકરન્સીની કિંમતમાં મોટો ઉછાળો જા મળ્યો. તેની પહેલા તેમણે ટ્વિટર પર એક સપ્લાયમાં ટ્વિટ કર્યુ કે તેમના દિકરાએ એક ચેમ્પિયનની જેમ ડોગેને પકડ્યો છે. તેમણે કહ્યુ કે, લિટિલ એક્સ એ એક ચેમ્પિયનની જેમ ડોગેને પકડી રાખ્યો છે. મે ક્યારેય પણ એક પણ વખત ‘sell’ શબ્દ કહયો નથી.
આ પહેલી ઘટના નથી જ્યારે મસ્કે Dogecoinનો ઉલ્લેખ કર્યો હતો. ઘણી વખત મસ્કે મીમ શેર કર્યુ અને ડોગેકોઇનની કિંમતમાં ઉછાળો આવ્યો છે. ક્રિપ્ટોકરન્સીની કિંમતોમાં તાજેતરમાં આવેલા ઘટાડાથી રોકાણકારો ચિંતામાં છે. જો કે મસ્કના ટ્વિટ બાદ ડોગેકોઇનના રોકાણકારોને થોડીક રાહત મળી છે.