RBIના નાગપુરના વિવિધ મેડિકલસેન્ટર્સ (ડિસ્પેન્સરી) માટે બેન્કના મેડિકલ કન્સલ્ટન્ટ કે બીએમસી સ્થાનો પર અરજીઓ મંગાવવામાં આવી છે. રસ અને લાયકતા ધરાવતા ઉમેદવારો 8 ઓગસ્ટ 2021 પહેલા અરજી કરી શકે છે.
ભારતીય રિઝર્વ બેન્કની નાગપુરની વિવિધ ડિસ્પેન્સરીઝ માટે કૂલ 4 સ્થાન માટે બન્કોના મેડિકલ કન્સલ્ટન્ટ માટે અરજી મંગાવી છે. નોંધનિય છે કે આ ભરતી અભિયાન મારફતે યોગ્ય ઉમેદવારને પાર્ટ ટાઇમ કે કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરીએ રાખવામાં આવશે. જેમાં જનરલ કેટેગરીમાં 2 અને એસસી-ઓબીસી માટે 1-1 સીટ અનામત ચે.
કોણ કરી શકે છે અરજી?
જે ઉમેદવારન પાસે મેડિકલ એલોપેથિક મેડિસિન સિસ્સ્ટમાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત કોઇ પણ યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછી એમબીબીએસની ડિંગ્રી છે, તેઓ અરજી કરી શકે છે.તે ઉપરાંત ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ હોવો જરૂર છે.
પસંદગીની પ્રક્રિયા
બેન્ક પસંદગી પામેલા ઉમેદવારોને ઇન્ટરવ્યૂહ માટે બોલાવશે. ઇન્ટરવ્યૂહ બાદ બેન્કના મેડિકલ કન્સલ્ટન્ટના રૂપમાં નિમણૂક પહેલા ઉમેદવારોને મેડિકલ એક્ઝામિનેશન ટેસ્ટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં પ્રસાર થવુ પડશે.
કેટલી મળશે સેલેરી
RBI નાગપુર ભરપતી 2021ની માટે યોગ્ય ઉમેદવારોને 1000 રૂપિયા પ્રતિ કલાકના હિસાબે વેતન મળશે. જો સપ્તાહમાં 15 કલાક અને મહિનામાં 60 કલાક કામ કરે તો 60,000 રૂપિયા પગાર અને 100 રૂપિયા અલગથી (ભાડું) મળશે.