મુંબઇઃ ચાલુ સપ્તાહે સોમવાર અને મંગળવાર એમ સતત બે દિવસ ભારતીય શેરબજાર ઘટીને બંધ થયા હતા. બકરી ઇદ નિમિત્ત સ્ટોક એક્સચેન્જ અને કોમોડિટી એક્સચેન્જોમાં રજા રહી હતી. કોરોનના વાયરસના ડેલ્ટા વેરિયન્ટનું સંક્રમણ ઝડપથી ફેલાવાને કારણે સર્જાયેલી ચિંતાઓ વચ્ચે વૈશ્વિક વેચવાલી આવી છે અને તેની અસર ભારતીય શેરબજાર ઘટ્યા છે.
આજે ફરી ગુરુવારે શેરબજારમાં ટ્રેડિગ શરૂ થઇ ગયુ છે. જાણા આજે ક્યાં સ્ટોકમાં રોકાણકારો ટ્રેડિંગ કરતી વખતે સાવધાની રાખવાની જરૂર છે…
ક્યાં સ્ટોકમાં ખરીદીથી થશે કમાણી
મોમેન્ટ્મ ઇન્ડિકેટર મૂવિંગ એવરેજ કન્વર્ઝન્સ ડાયવર્જન્સ કે એમએસીડી (MACD)ની રીતે એશિયન પેઇન્ટ્સ, ડિસીઝન કેમ્ષાક્ટ, એલગી રબર, વિંડસર મશીન, સુવેન ફાર્મા, કેપલિન પોઇન્ટ લેબ, ઇંગરસોલ રેન્ડ, સોમાણી સિરામિક્સ, ટ્યૂબ ઇન્વેસ્ટમેન્ટ, નેસ્લે ઇન્ડિયા, ફાસીકો ઇન્ડિયા, વીએસટી ટિલર્સ અને એનબીઆઇ ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ જેવી કંપનીઓના શેરમાં તેજી જોવા મળી શકે છે.
આજે ક્યાં શેરમાં સાવધાની રાખવી
આજે ગુરુવારે MACDની દ્રષ્ટિએ સુબેક્સ, ટ્રાઇડેન્ટ, આઇસીઆઇસીઆઇ બેન્ક, એનટીપીસી, વેદાંતા, એક્સિસ બેન્ક, એનસીસી, આઇઆરબી ઇન્ફ્રા, યુપીએલ, પીસી જ્વેલર, જિંદાલ સો, અંસલ હાઉસિંગ, ઇન્ટરગ્લોબલ એવિએશન, એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ જેવી કંપનીઓના શેરમાં નબળાઇ જોવા મળી શકે છે.