મુંબઇ- ક્રિપ્ટોકરન્સીના મામલે RBI તરફથી મોટું નિવેદન આવ્યુ છે. RBIના ડેપ્યુટી ગવર્નર ટી. રવિ શંકરે ગુરુવારે આ બાબતે જણાવ્યુ હતુ.. તેમણે કહ્યુ કે, RBI પોતાની ડિજિટલ કરન્સી તબક્કાવાર રીતે લોન્ચ કરવાની રણનીતિ પર કામગીરી કરી રહી છે.
તેણે કહ્યુ કે, કેન્દ્રીય બેન્ક તેને પયલોટ ધોરણે હોલસેલ અને રિટેલ સેક્ટરમાં રજૂ કરવાની પ્રક્રિયામાં છે. તેમણે કહ્યુ કે, RBI ડિજિટલ કરન્સીને લઇને વિચારણાના સ્તરથી આગળ વધી ગયુ છે. દુનિયાની ઘણી મધ્યસ્થ બેન્ક આ દિશામાં કામગીરી કરી રહી છે.
શંકરે કહ્યુ કે, સીબીડીસી હેઠળ ગ્રાહકોને એવી કેટલીક ડિજિટલ કરન્સીમાં જોવા મળેલી અસ્થિરતાના ભાયનક સ્તરથી બચાવવાની આવસ્યકતા છે, જેમને કોઇ સરકારી ગેરંટી પ્રાપ્ત નથી. તેમણે ઉમેર્યુ કે, વિવિધ દેશોની મધ્યસ્થ બેન્કો સીબીડીસીની સંભાવના શોધવાનો પ્રયત્ન કરી રહી છે.
તેમણે વિધિ સેન્ટર ફોર લીગલ પોલિસીના ઓનલાઇન કાર્યક્રમ દરમિયાન ચર્ચામાં ભાગ લેતા કહ્યુ કે, સંભવતઃ સીબીડીસીને લઇને વિચાર અમલીકરણની નજીક છે. ઉલ્લેખનિય છે કે, નાણાં મંત્રાલય દ્વારા રચાયેલી એક ઉચ્ચ સ્તરીય સમિતિએ નીતિ અને કાયદાકીય માળખાંનું નિરિક્ષણ કર્યુ છે. તેણે દેશમાં સીબીડીસીને ડિજિટલ કરન્સી લોન્ચ કરવાની ભલામણ કરી છે.