મુંબઇઃ ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરનો કહેર ચાલુ રહ્યો છે. ભારતમાં હજી પણ દરરોજ 30થી 40 હજારની વચ્ચે કોરોના વાયરસના નવા કેસ નોંધાઇ રહ્યા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ 22 જુલાઇ, 2021ના રોજ સમાપ્ત થયેલા છેલ્લા 24 કલાક દરમિયાન ભારતમાં કોરોના સંક્રમણના 35,342 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન કોરોના સંક્રમણથી 483 દર્દીઓના મોત થયા છે.
છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 38740 કોરોના સંક્રમિત દર્દીઓ સાજા થયા છે. આમ ત્યાર સુધીમાં 3,04,68,079 લોકો કોરોનાને હરાવી સાજા થયા છે. ભારતમાં હાલ કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 4,05,513 થઇ ગઇ છે, જે કૂલ પોઝિટિવ કેસોના 1.30 ટકા છે.
હાલ ભારતમાં કોરોનાનો રિકવરી રેટ 97.36 ટકા છે. સંક્રમણ દરની વાત કરીયે તો સાપ્તાહિક ધોરણે પોઝિટિવિટી રેટ હાલમાં 2.14 ટકા છે, જ્યારે દૈનિક સંક્રમણનો દર 2.12 ટકા છે. સતત 32માં દિવસે દૈનિક કોરોના સંક્રમણનો દર 3 ટકાની નીચે રહ્યો છે.