શાંઘાઈ ન્યૂરોસાયન્સ ઈન્સ્ટીટ્યૂટનું ધ્યાન એવા વાંદરા બનાવવા પર છે, જેમના જિનોમને મનુષ્ય જોવી શારીરિક રચના બનાવવા માટે બદલી દેવાયા છે. તેનાથી મનુષ્યોની અનેક બીમારીઓના અભ્યાસમાં મદદ મળશે. મેડિકલ ઉપયોગમાં પ્રાણીઓ ખાસ કરીને વાંદરાના ઉપયોગનો વિરોધ કરતા એક્ટિવિસ્ટનું કહેવું છે કે, રિસર્ચમાં કોઈ પણ પ્રાણીનો ઉપયોગ ન થવો જોઈએ, કેમકે તેઓ જાતે સહમતિ આપી શકતા નથી. એટલે જ અમેરિકા,યુરોપમાં વાંદરા પર રિસર્ચ ધીમું પડી ગયું છે. જ્યારે વિસ્કોન્સિન મેડિસન યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાની એલિસન બેનેટ કહે છે કે, વાંદરા વગર કૃત્રિમ અંગ-પ્રોસ્થેટિક લિંબનું નિર્માણ અશક્ય હતું. અનેક રિસર્ચર વાંદા પર રિસર્ચ અનિવાર્ય માને છે. દુનિયામાં હૃદયની બીમારીઓ પછી માનસિક અને ન્યૂરોલોજિકલ બીમારીઓ મૃત્યુનું બીજું સૌથી મોટું કારણ છે. વાંદરાના મગજને વાંચીને અલ્ઝાઈમર, ડિમેન્શિયા, પાર્કિન્સન્સ જેવી બીમારીઓનો ઈલાજ થઈ શકશે. ટેક્નોલોજી કંપનીઓને આશા છે કે, મગજને સારી રીતે સમજવાથી ચતુર અને ચાલાક સોફ્ટવેર બનાવી શકાશે. સેનાના જનરલનું માનવું છે કે, સારા હથિયારમાં ન્યૂરોસાયન્સ દ્વારા મદદ મળશે.
