દક્ષિણ ગુજરાત ના વલસાડ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આજે ભારેથી અતિભારે વરસાદ કરેલી આગાહી વચ્ચે ઉમરગામ, ધરમપુર અને કપરાડા તાલુકામાં આજે સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો.
કપરાડા અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતાં ચાર કલાકમાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. ઉપરવાસમાં પણ ધોધમાર વરસાદ વરસતા જિલ્લાની નદીઓ બેકાંઠે વહી રહી છે, જિલ્લા ના કપરાડા તાલુકામાં ચાર કલાક માં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ થતા રસ્તાઓ જળબંબાકાર થઇ ગયા હતા.
વલસાડ જિલ્લા માં હજુપણ ભારે વરસાદ ની આગાહી યથાવત છે ત્યારે મધુબન ડેમની સપાટી 71.35 મીટર પર પહોંચી છે,ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવક થતા કોલક, પાર અને મધુબનમાં પાણીની વિપુલ આવક થઈ રહી છે. મધુબન ડેમમાં હાલ 13 હજાર 828 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. તો 11 હજાર 653 ક્યૂસેક પાણી છોડવામા આવી રહ્યું છે. ડેમની સપાટી હાલ 71.35 મીટર પર પહોંચી ચૂકી છે.
હવામાન વિભાગ ની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં વરસાદ ની સ્થિતિ યથાવત રહશે.
