મુંબઇઃ સપ્તાહની શરૂઆત પેટ્રોલ-ડીઝલની કિંમતો ફરી વધતા અટકી ગયા છે. આજે 26 જુલાઇ, સમવારના રોજના ઓઇલ માર્કેટંગ કંપનીઓ દ્વારા પેટ્રોલ-ડીઝલની કિંમતો જારી કરવામાં આવી છે તેમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ સાથે સતત 9 દિવસે કિંમતો સ્થિર રહી છે. દિલ્હીમાં પેટ્રોલ 101.84 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યુ છે જ્યારે ડીઝલ 89.87 રૂપિયા પ્રતિલિટરની કિંમતે વેચાય છે.
ઉલ્લેખનિય છે કે ઇંધણની કિંમતો 41 દિવસ વૃદ્ધિ અને 1 મેથી 4 મે સુધી સ્થિર રહ્યા બાદ અઢી મહિનામાં પહેલીવાર એક સપ્તાહથી વધારે સમય સુધી ભાવ સ્થિર રહ્યા છે.
આ પૂર્વે રવિવારે પણ દેશભરના મુખ્ય ચાર મહાનગરોમાં સતત આઠમાં દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં કોઇ ફેરફાર કરાયો નથી. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત લગભગ 10 ટકા ઘટીને 69 ડોલર પ્રતિ બેરલે આવી ગઇ છે, જે પાછલા સપ્તાહે 77 ડોલર પ્રતિ બેરલ હતી. હાલ બ્રેન્ટ ક્રૂડ ઓઇલની કિંમત 72 ડોલર પ્રતિ બેરલ બોલાઇ રહી છે.
અલબત્ત ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલની છુટક કિંમતો ઘટાડવાનું બંધ કરી દીધુ છે કારણ કે કોઇ પણ ઘટાડાને સંશોધિત કરતા પહેલા ક્રૂડની કિંમતોમાં વધ-ઘટના રિસર્ચ માટે વધારે સમયની જરૂર પડે છે.
શહેરનું ના | પેટ્રોલ | ડીઝલ |
દિલ્હી | 101.84 | 89.87 |
મુંબઇ | 107.83 | 97.45 |
ચેન્નઇ | 101.49 | 94.39 |
કલકત્તા | 102.08 | 93.02 |
ભોપાલ | 110.20 | 98.67 |
રાંચી | 96.68 | 94.84 |
બેંગ્લોર | 105.25 | 95.26 |
પટના | 104.25 | 95.57 |
ચંદીગઢ | 97.93 | 89.50 |
લખનઉ | 98.92 | 90.26 |