ભારતની સૌથી મોટી સરકારી બેન્ક SBIના જનધન ખાતાધારકો માટે ખુશખબર આવ્યા છે. જો તમે SBIના ગ્રાહક છો, અથવા નવું અકાઉન્ટ ખોલાવા માગો છો, તો આપ 2 લાખ રૂપિયા સુધીનો ફાયદો ઉઠાવી શકો છો. SBI પોતાના ગ્રાહકોને 2 લાખ રૂપિયા સુધીના મફત ઈંશ્યોરંસ આપી રહી છે. હકીકતમાં જોઈએ તો, બેંક આ સુવિધા જનધન ખાતા ધારકોને આપી રહી છે. જે ગ્રાહકો પાસે રૂપે ડેબિટ કાર્ડ છે. તેમણે 2 લાખ રૂપિયા સુધીનો મફત આકસ્મિક વિમો કવર આપે છે. RuPay ડેબિટ કાર્ડ મળે છે. જન ધન અકાઉન્ટ ખાતાધારક મફત ઈંશ્યોરંસનો લાભ ઉઠાવી શકે છે.
આ યોજના અંતર્ગત વ્યક્તિગત દુર્ઘટના પોલિસી ભારતની બહાર થયેલી ઘટના પણ કવર થાય છે. જરૂરી દસ્તાવેજો જમા કરાવીને વિમા રાશી અનુસાર ભારતીય રૂપિયામાં ક્લેમનું ચુકવણી થાય છે. કોર્ટના આદેશ અનુસાર લાભાર્થી કાર્ડધારક અથવા કાયદેસરના ઉત્તરાધિકારીના ખાતામાં નોમિની બની શકે છે.
બેસિક સેવિંગ અકાઉન્ટને જન ધન ખાતામાં ટ્રાંસફર કરવાનો વિકલ્પ હોય છે. જેની પાસ જન ધન અકાઉન્ટ છે, તેમને RuPay PMJDY કાર્ડ મળે છે. 28 ઓગસ્ટ 2018 સુધી ખોલવામાં આવેલા RuPay PMJDY કાર્ડોની વિમા રાશિ 1 લાખ રૂપિયા હશે, 28 ઓગસ્ટ 2018 બાદ RuPay PMJDY કાર્ડ પર 2 લાખ રૂપિયા સુધીનો એક્સીડેંટલ કવર બેનિફિટ મળશે.
ઉલ્લેખનિય છે કે, પ્રધાનમંત્રી જનધન યોજના વર્ષ 2014 માં શરૂ થઈ હતી. આ યોજના નાણાકીય સેવાઓ, બેંકિંગ બચત અને થાપણ ખાતા, ધિરાણ, વીમા, પેન્શન આર્થિક રીતે નબળા વર્ગને પોસાય તેવી રીતે સુનિશ્ચિત કરે છે. કોઈપણ તમારા ગ્રાહકને જાણો (કેવાયસી) દસ્તાવેજો આપીને જનધન ખાતું ઓનલાઇન ખોલી શકે છે.