બેંગલુરૂમાં જ્યાં એક ત્રણ વર્ષના બાળકે લગભગ પાંચ સેન્ટીમીટર લાંબી ભગવાન ગણેશની મૂર્તિ ગળી ગયો હતો. પણ સમય રહેતા તેના સારવાર કરતા તેને બચાવી લેવામાં આવ્યો હતો. બાળક રમતા રમતા મૂર્તિ ગળી ગયો. જે બાદ તેને છાતીમાં દુખાવો થયો. તેને સતત મુશ્કેલીઓ આવવા લાગી. બસાવા નામના આ બાળકને મનિપાલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જ્યાં ડોક્ટર્સે પહેલા તેને એક્સરે કર્યો, જેમાં જે ભાગમાં મૂર્તિ ફસાઈ હતી, તે ભાગ દેખાયો.આ મૂર્તિ ખાવાની નળીના ઉપરના ભાગમાં ફસાયેલી હતી. એંડોસ્કોપિકથી મૂર્તિને નિકાળ્યા બાદ લગભગ ત્રણ કલાક સુધી બાળકને હોસ્પિટલમાં મોનિટરિંગ કર્યું અને ચાર કલાક બાદ તેને દૂધ પિવડાવ્યું. ત્યાર બાદ સાંજે તેને રજા આપવામાં આવી.
