નવી દિલ્હીઃ આજે ભારતભરમાં કારગિલ વિજય દિવસની ઉજવણી થઇ રહી છે. વર્ષ 1999માં આજના દિવસે ભારતીય સેનાએ કારગિલ-દ્રાસ સેન્ટરમાં છુપાયેલા પાકિસ્તાની ઘુષણખોરોને તગેડી મૂક્યા હતા. આ દરમિયાન ભારતીય સેનાના સાહસી સૈનિકોએ પોતાનાથી ઘણી ઉંચાઇ પર બેઠેલા પાકિસ્તાની સૈનાને હરાવી હતી. કારગિલ યુદ્ધમાં ભારતને જો કોઇ દેશ તરફથી સૌથી વધારે મદદ મળી હોય તો તે છે ઇઝરાયલ.
22 વર્ષ બાદ ઇઝરાયલે કર્યો ખુલાસો
22 વર્ષ બાદ ઇઝરાયલે ખુલાસો કર્યો કે કારગિલ યુદ્ધમાં તેણે ભારતને કેવી રીતે મદદ કરી હતી. ભારત સ્થિત ઇઝરાયલી દુતાવાસે ટ્વીટ કરીને જણાવ્યુ કે, યુદ્ધ દરમિયાન ઇઝરાયલે ભારતને મોર્ટાર અને દારૂગોળો આપીને મદદ કરી હતકી. ઇઝરાયલે કહ્યુ કે, તે પસંદગીના દેશો પૈકીનો એક હતો જેણે કારગિલ યુદ્ધ દરમિયાન ભારતની સીધી મદદ કરી હતી.
ભારતને લેઝર ગાઇડેડ બોમ્બ અને ડ્રોન આપ્યા
ઇઝરાયલના દૂતાવાસે કહ્યુ કે, તેણે યુદ્ધ દરમિયાન ભારતીય વાયુ સેનાને મિરાજા 2000 લડાકુ વિમાનની માટે લેઝર ગાઇડેડ મિસાઇલો પુરી પાડી હતી. વૈશ્વિક સ્તરે દબાણ હોવા છતાં ઇઝરાયલે કારગિલમાં ઘુષણખોરીની પહેલા ઓડર કરાયેલા હથિયારોની શિપમેન્ટ જલ્દી કરી હતી. તેમાં ઇઝરાયલે હેરોન અનમેન્ડ એયલ વીકલ (યુએવી)ની ડિલિવરી પણ શામેલ છે.
કારગિલ યુદ્ધ દરમિયાન ઇઝરાયલે ભારતની માટે સંકટ મોચક બનીને મદદ કરી હતી. આ યુદ્ધ દરમિયાન ભારતને પોતાની એવી ઘણી ખામીઓ અંગે જાણ થઇ જેનું તાત્કાલિક સમાધાન લાવી શકાતુ નથી. ભારતની પાસે તે સમયે દુશ્મનોના બંકરો પર સટિક નિશાન ટાંકવા માટે ન તો બોમ્બ હતા ન તો તેમની પોસ્ટની જાસુસી કરવા માટેના ટોહી વિમાન. એવામાં ભારતીય સેના માત્ર ગાઉન્ડ ઇન્ટેલિજન્સના વિશ્વાસ જે પાકિસ્તાન સેના સામે યુદ્ધ લડી રહી હતી.