મુંબઇઃ જો તમારા બેન્ક સંબંધિત કામકાજ હોય તો ચાલુ સપ્તાહે ભૂલ્યા વગર પતાવી લેજો કારણ કે આગામી ઓગસ્ટ મહિનામાં બેન્કોમાં ઢગલાંબંધ રજાઓ આવી રહી છે. વિવિધ તહેવારોના લીધે ઓગસ્ટ મહિનામાં ઘણા દિવસો બેન્કો બંધ રહેશે. આવી પરિસ્થિતિમાં તમારા બેન્કિંગ કામકાજ અટકતા તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પ્રાથમિક માહિતી મુજબ ઓગસ્ટ મહિનામાં શનિ-રવિ રજાઓ સહિત બેન્કો લગભગ 15 દિવસ સુધી બંધ રહેશે જેમાં રાજ્યો પ્રમાણ વધ-ઘટ થઇ શકે છે. ઉલ્લેખનિય છે કે, ભારતમાં દર મહિનાના બીજા અને ચોથા શનિવાર – અને રવિવારે બેન્કોમાં રજા રહે છે.
ઓગસ્ટમાં ક્યાં ક્યાં દિવસે બેન્કો રહેશે બંધ
1 ઓગસ્ટ : રવિવાર
8 ઓગસ્ટ : રવિવાર
13 ઓગસ્ટ : Patriots Day હોવાથી ઇંફાલ ઝોનમાં બેન્કો બંધ રહેશે
14 ઓગસ્ટ : બીજો શનિવાર
15 ઓગસ્ટ : રવિવાર અને સ્વતંત્રતા દિવસ
16 ઓગસ્ટ : પારસી નવુ વર્ષ
19 ઓગસ્ટ : મોહરમ
20 ઓગસ્ટ : મોહરમ અને ઓણમ હોવાથી બેંગ્લોર, ચેન્નઇ, કોચી અને કેરળ ઝોનમાં બેન્કો બંધ રહેશે
21 ઓગસ્ટ : થિરુવોણસ કોચી અને કેરળમાં રજા રહેશે
22 ઓગસ્ટ : રવિવાર, રક્ષાબંધન
23 ઓગસ્ટ : શ્રી નારાયણ ગુરુ જયંતિ, કોચી અને કેરળ ઝોનમાં બેન્કો બંધ રહેશે 28 ઓગસ્ટ : ચોથો શનિવાર
29 ઓગસ્ટ : રવિવાર
30 ઓગસ્ટ : જન્માષ્ટમી