મુંબઇઃ હવે 1 ઓગસ્ટથી બેન્કોમાં થતી તમારી તમારી ઘણી લેવડ-દેવડ રવિવાર અને રજાઓના દિવસે પણ થઇ શકશે. રિઝર્વ બેન્કે નેશનલ ઓટોમેટિક ક્લિયરિંગ હાઉસ સિસ્ટમને સપ્તાહના સાતેય દિવસ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. હવે તમને બેન્કોની શનિ-રવિવારની રજાના દિવસે પણ તમારા એકાઉન્ટમાં પગાર કે પેન્શન જમા થઇ જશે.
તે ઉપરાંત રજાના દિવસે તમારા એકાઉન્ટમાંથી લોનનો ઇએમઆઇ પણ કપાઇ જશે. એટલે કે 1 ઓગસ્ટથી પગાર, પેન્શન અને ઇએમઆઇ પેમેન્ટ જેવા જરૂરી ટ્રાન્ઝેક્શન માટે હવે વર્કિંગ ડેની રાહ જોવી પડશે નહીં.
શુ છે NACH?
NACH વ્યાપક સ્તરે પેમેન્ટ કરનાર સિસ્ટમ છે. તેનું સંચાલન નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કરે છે. આ સિસ્ટમ ડિવિડન્ડ, વ્યાજ, સેલેરી, પેન્શન જેવા પેમેન્ટને એક સાથે ઘણા ખાતાઓમાં ટ્રાન્સફર કરવાની સુવિધા આપે છે.
તે ઉપરાંત તે વિજળી, ટેલિકોમ, ગેસ, પાણી સંબંધિત પેમેન્ટ અને લોન, મ્યુચ્યુઅલ ફંડ, વીમાનું પ્રીમિયમ ક્લેક્શન કરવાની પણ સુવિધા આપે છે.
ઉદાહરણ તરીકે – જ્યારે ગ્રાહક બેન્કના ઇળેક્ટ્રોનિક ક્લિયરન્સ સર્વિસની સહમતિ આપે છે NACH મારફતે તમારા ખાતામાંથી નાણાં ઓટોમેટિક કપાઇ જાય છે. મોટા સ્તરે લાભાર્થિઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કરવા માટે NACH પોપ્યુલર અને મુખ્ય ડિજિટલ મોડ બનીને ઉભરી રહ્યુ છે.
આ નવી સુવિધા શરૂ કર્યા બાદ કે રજાના દિવસે પણ કર્મચારીના બેન્ક ખાતામાં જમા થઇ જશે. તે ઉપરાંત તમારા એકાઉન્ટમાંથી ઓટોમેટિક થનાર તમામ પ્રકારની લેવડદેવડ પણ રવિવાર કે બેન્કોના રજાના દિવસે પણ થઇ શકશે.