JEE એડવાન્સ્ડ 2021 (Admission Exam for JEE Advance 2021)ની માટે તારીખ જાહેર કરવામાં આવી છે. એડમિશન માટે જેઇઇ એડવાન્સ્ડ 2021ની પરીક્ષા ત્રણ ઓક્ટોબર 2021ના રોજ યોજાશે. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ અંગે જાહેરાત કરી છે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેદ્ર પ્રધાને આજે સોમવારે ટ્વીટ કરીને આઈઆઈટીમાં પ્રવેશ માટે JEE (Advanced) 2021ની જાહેરાત કરી છે. તેમણે ટ્વીટ કરતા લખ્યું JEE (Advanced) 2021ની પરીક્ષા આગામી 3 ઓક્ટોબરના રોજ યોજાશે. પરીક્ષા તમામ કોરોના પ્રોટોકોલનું પાલન કરીને યોજાશે. તો, ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે મહારાષ્ટ્રના જે વિદ્યાર્થીઓ પરીક્ષાના ત્રીજા તબક્કામાં સામેલ નથી થઇ શકતા તેમને પરીક્ષા આપવાની વધુ એક તક આપવામાં આવશે.
કોરોના વાયરસની મહામારીને પગલે જેઇઇ એડવાન્સ્ડ 2021ના એડમિશન માટે પરીક્ષા અંગે અનિશ્ચિતતાનો માહોલ હતો. પરંતુ હવે સરકારે તેની ઘોષણા કરી દીધી છે. હવે જેઇઇની આ પરીક્ષા 3 ઓક્ટોબરના રોજ યોજાશે. એન્જિનિયરિંગ માટે યોજાનાર આ પરીક્ષા માં લાખો વિદ્યાર્થીઓ બેસે છે. આ પરીક્ષ આઇઆઇટીમં એડમિશન મેળવવા માટે યોજાય છે.