નવી દિલ્હી- ભારતીય શેરબજારમાં સોમવારે ઘણી વધ-ઘટ જોવા મળી અને સેન્સેક્સ- નિફ્ટી કામકાજના અંતે રેડ ઝોનમાં બંધ થયા હતા. રિયલ્ટી, બેન્ક અને ઓટો સ્ટોકમાં વેચવાલીથી માર્કેટ પર દબાણ રહ્યુ. જાણો આજે મંગળવારે ક્યાં સ્ટોકમાં ખરીદ-વેચાણથી ફાયદો થવાની શક્યતા છે.
અહીં રોકાણ કરવાથી મળશે ફાયદો
આજે મંગળવારે યસ બેક, સેઇલ અને ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ, એસબીઆઇ કાર્ડ્સ, મહિન્દ્રા સીઆઇઇ ઓટો, કોટક મહિન્દ્રા બેન્ક, ફોર્ટિસ હેલ્થકેર, જૈન ઇરિગેશન, એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ, એપ્ટેક અને પર્સિસ્ટેન્ટ સિસ્ટમ્સના શેરમાં તેજીની અપક્ષા છે. મૂવિંગ એવરેજ કન્વર્ઝન્સ ડાયવર્ઝન્સથી આ સંકેત મળ્યા છે. તે ઉપરાંત અજંતા ફાર્મા, બજાજ ફિનસર્વ, ઝોમેટો અને ગુજરાત ફ્લુરોકેમના શેરમાં તેજી જોવા મળી શકે છે.
આ સ્ટોકમાં રોકાણથી દૂર રહેવુ
એડલવીઝ ફાઇનાન્સિયલ સર્વિસિસ, બાયોકોન, વેલસ્પન કોર્પ, વર્ધમાન એક્રિલિક્સ, પૂર્વાંકારા, મિંડા કોર્પોરેશન, જિંદાલ વર્લ્ડવાઇડ, આદિત્ય બિરલા મની, જીપીટી ઇન્ફ્રાપ્રોજેક્ટ અને ડીસીએમ શ્રીરામના શેરમાં નબળાઇ જોવા મળી શકે છે.
માર્કેટ એનાલિસ્ટોનું કહેવુ છે કે રોકાણકારો ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરોના સેન્ટિમેન્ટને લઇને ચિંતિત છે. એફપીઆઇ એ જુલાઇમાં અત્યાર સુધી ભારતીય સ્ટોકમાં 5689 કરોડ રૂપિયાની વેચવાલી કરી છે. શેરબજારોના હંગામી આંકડાઓ મુજબ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ શુક્રવારે