નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે કોરોના વાયરસ મહામારીને પોતાની માટે અવસરમાં બદલી દીધી છે. મોદી સરકારે પાછલા વર્ષે કોરોના સંકમણના લીધે વધતા દબાણને કારણ પોતાના સ્ટાફને ચૂકવાતા ડીએર/ડીઆરનો ત્રણ હપતો અટકાવી દીધો હતો. કેન્દ્ર સરકારને તેનાથી 34,402.32 કરોડ રૂપિયાની બચત થઇ છે.
લોકસભામાં રાજ્ય નાણાંમંત્રી પંકજ ચૌધરીએ લેખિત જવાબમં આ માહિતી આપી છે. ચૌધરીએ કહ્યુ કે, કોરોના સંક્રમણ જેવા સંકટને લીધે પાછલા વર્, મોદી સરકારે પોતાના કર્મચારીઓનો ડીએ અને ડીઆર રોકવાનો નિર્ણય લીધો હતો.
કોરોના સંકટના લીધે મોદી સરકારની કમાણી નોંધપાત્ર ઘટી ગઇ હતી અને સરકારી તિજોરી પણ દબાણ વધી રહ્યુ હતુ. આ કારણસર સરકારે ડીએ અને ડીઆર રોકવાનો નિર્ણય લીધો હતો. રાજ્ય નાણાંમંત્રીએ કહ્યુ કે, કેન્દ્ર સરકારે ડીએ 17 ટકાથી વધારીને 28 ટકા કરી દીધો છે. કેન્દ્ર સરકારે કહ્યુ કે, સ્ટાફને 1 જુલાઇ 2021થી એરિયરની સાથે ડીએ અને ડીઆર મળશે.
કેન્દ્ર સરકારે કોરોના સંક્રમણના લીધે 1 જાન્યુઆરી 2020થી 1 જુલાઇ 2020 અને 1 જાન્યુઆરી 2021થી ચૂકવાતા ડીએ અને ડીઆરના ઇન્સ્ટોલમેન્ટ રોકી દીધા હતા. રાજ્ય નાણામંત્રે સંસદમાં કહ્યુ કે, 1 જાન્યુઆરી 2020થી 30 જૂન 2021 સુધી ચૂકવાતું ડીએ 17 ટકા રહેશે. ચૌધરીએ કહ્યુ કે, કેન્દ્ર સરકારે સ્ટાફ અને પેન્શનરના ડીએ અને ડીઆરના ત્રણ હપ્તા રોકવાથી મોદી સરકારને 34,402.32 કરોડ રૂપિયાની બચત થઇ છે.