મોદી સરકારે એક પછી એક જાહેર ક્ષેત્રની કંપનીઓમાં સરકારની હિસ્સેદારી વેચી રહી છે. આજે મંગળવારે મોદી સરકાર વધુ એક કંપનીમાં પોતાની હિસ્સેદારી વેચી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ આજે મંગળવારે કેન્દ્ર સરકાર જાહેર ક્ષેત્રની હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (હુડકો)માં પોતાની 8 ટકા હિસ્સેદારી 27 જુલાઇ, 2021ના રોજ વચેશે. કંપનીના 16 કરોડ શેરનું વેચાણ ઓફર ફોર સેલ મારફતે કરવામાં આવશે. આ ઓફર સેલ માટે કંપનીના શેરની ફ્લોર પ્રાઇસ ઇક્વિટી શેર દીઠ 45 રૂપિયા નકકી કરવામાં આવી છે. આ માહિતી રેગ્યુલેટર ફાઇલિંગમાં જણાવી છે.
રિપોર્ટ મુજબ ઓફર ફોર સેલ 27 અને 28 જુલાઇ દરમિયાન ચાલશે. નોન રિટેલ ઇન્વેસ્ટરોની માટે ઓપન ઓફર સેલ ખુલશે જ્યારે બીજા દિવસે રિટેલ રોકાણકારો માટે ખુલશે. દીપમના સચિવ સોશિયલ મીડિયા પર માહિતી આપતા કહ્યુ કે, સરકારે તેમાં 5.5 ટકા હિસ્સેદારી ડાઇવેસ્ટ કરશે. મહત્તમ અઢી ટકા હિસ્સેદારીવાળા શેર ગ્રીન શૂ ઓપ્શન મારફતે વેચવામાં આવશે.
સરકાર દ્વારા હુડકોની હિસ્સેદારી વેચવા મંજૂરી મળી છે. ઓપન ઓફર સેલના પહેલા દિવસ 27 જુલાઇના રોજ 11.01 કરોડ શેરનું વેચાણ થશે, જેની માટે પ્રતિ શેર ફેસ વેલ્યૂ 10 રૂપિયા હશે. જે સરકારની લગભગ 5.5 ટકા હિસ્સેદારી હશે. તો બીજા દિવસે 5 કરોડ ઇક્વિટી શેરનું વેચાણ થશે. આ હિસ્સેદારીના વેચાણ મારફતે સરકારને 720 કરોડ રૂપિયા મળવાની આશા છે.