મુંબઇઃ આજના સમયમાં પર્સનલ લોન મળવી સરળ બની ગઇ છે પરંતુ તેની માટે તમારો ક્રેડિટ સ્કોર સારો હોવો જોઇએ. બેન્કો ઉપરાંત નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ પણ પર્સનલ લોન આપી રહી છે. જ્યારે પણ લોનની વાત આવે ત્યારે દરેક વ્યક્તિ ઓછા વ્યાજ વાળી લોન શોધે છે. હાલ એવી કેટલીક ફાઇનાન્સ કંપનીઓ પણ છે જે 10 ટકાથી ઓછા વ્યાજે પર્સનલ લોન આપી રહી છે, જે તમને મદદરૂપ બનશે. ચાલો જાણીયે…
10 ટકા વાર્ષિકથી પણ ઓછા વ્યાજદરે પર્સનલ લોનની ઓફર ભારતીય સ્ટેટ બેન્ક, સિટી બેન્ક અને એચએસબીસી બેન્ક કરી રહી છે. એસબીઆઇમાં પર્સનલ લોન માટેનો વ્યાજદર 9.60 ટકાથી શરૂ થઇને 13.85 ટકા વાર્ષિક સુધી છે. એચએસબીસી બેન્કમાં 9.75 ટકાથી લઇને 15 ટકા વાર્ષિક વ્યાજે પર્સનલ લોન મળી રહી છે. તો સિટી બેન્કમાં પણ પર્સનલ લોનના વ્યાજદર 9.99 ટકાથી 16.49 ટકા વાર્ષિક છે. બેન્ક ઓફ બરોડા પણ 10 ટકાથી લઇને 15.60 ટકા વાર્ષિક વ્યાજદરે લોન આપી રહી છે.
ફેડરલ બેન્કમાં પર્સનલ લોનના વ્યાજદર 10.49 ટકાથી લઇને 17.99 ટકા વાર્ષિક સુધી ઓફર કરવામાં આવી રહ્યા છે. તો IDFC ફર્સ્ટ બેન્કમાં વ્યાજદર 10.49 ટકા વાર્ષિકથી શરૂ થાય છે. એચડીએફસી બેન્ક બેન્ક (HDFC Bank)માં પર્સનલ લોનના વ્યાજદર 10.50 ટકાથી લઇને 21 ટકા વાર્ષિક સુધી છે.
તો આઇસીઆઇસીઆઇ બેન્ક (ICICI Bank)માં પર્સનલ લોનના વ્યાજદર 10.50 ટકાથી લઇને 19 ટકા વાર્ષિક સુધીના છે. કોટક મહિન્દ્રા બેન્ક (Kotak Mahindra Bank)માં પણ વ્યાજદર 10.75 ટકાથી લઇને 24 ટકા વાર્ષિક સુધીના છે. ટાટા કેપિટલમાં પર્સનલ લોન પર વ્યાજદર 10.99 ટકા વાર્ષિકથી શરૂ થાય છે.
એક્સિસ બેન્ક (Axis Bank)માં 12થી લઇને 21 ટકા વાર્ષિક વ્યાજદરે પર્સનલ લોન મળે છે. નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની બજાજ ફિનસર્વમાં પર્સનલ લોન પર વ્યાજદર 13 ટકા વાર્ષિકથી શરૂ થાય છે. પર્સનલ લોન માટે ઉલ્લેખિત વ્યાજદર 26 જુલાઇ 2021ના રોજ એક્ત્ર કરાયેલા છે. આ માહિતીનો સ્ત્રોત paisabazaar.com છે.