નવી દિલ્હીઃ ચીન સાથેને સરહદ વિવાદ ફરી વકરી રહ્યો છે લદ્દાખમાં શાંતિનો રાગ છેડી રહેલુ ચીન અરુમાચલ પ્રદેશથી લઇને હિમાચલ પ્રદેશ સુધી પોતાની કપટી હરકતોથી બાજ આવી રહ્યુ નથી. થોડાક દિવસ પહેલા ચીનના વડા શી જિનપિંગે તિબ્બતની અચાનક મુલાકાત લીધી હતી. ત્યારે કહેવાયુ હતુ કે તેમની મુલાકાત બૌદ્ધ ધર્મની સાથે બાકીના ચીનને જોડવાનો અને બૌદ્ધ સંસ્કૃતિનું સંરક્ષણ કરવા માટે યોજાયો હતો પરંતુ ખુદ ચીનની સરકારી મીડિયા ગ્લોબલ ટાઇમ્સે શી જિનપિંગના પ્રવાસની સાચી હકિકત હવે દુનિયા સામે ખુલી ગઇ છે. તિબ્બતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના નામે ચીન ભારતીય સરહદ પર ત્રણ નવા એરપોર્ટ બનાવી રહ્યુ છે. આ પ્રોજેક્ટને મંજૂરી જિનપિંગના તિબ્બત મુલાકાત દરમિયાન આપવામાં આવી છે.
હવે ચીનની મંશા અંગે સવાલ ઉઠી રહ્યા છે કારણ કે જે વિસ્તારોમાં આ ત્રણ એરપોર્ટ બની રહ્યા છે, ત્યાં લોકોની વસ્તી બહુ ઓછી છે. બીજી વાત એ છે કે દાયકાઓથી ચીનના સતાવેલા આ લોકો આર્થિક રીતે એટલા મજબૂત નથી કે વિમાન મુસાફરી કરી શકે છે. આ ત્રણેય સ્થળો ભારતીય સરહદથી એકદમ નજીક છે. એવામાં યુદ્ધના સમયે ચીન આ એરપોર્ટનો ઉપયોગ એરબેસ તરીકે કરી શકે છે. વર્ષોથી આ વિસ્તાર વિકાસના ચીની દાવાઓથી તદ્દન દૂર છે.
આ દરમિયાન અમેરિકામાં પ્રભાવશાળી સાંસદ ડેવિન નનુસે કહ્યું કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનું ગત સપ્તાહે તિબેટનો પ્રવાસ કરવો એ ભારત માટે જોખમ છે. શી જિનપિંગે અરુણાચલ પ્રદેશની નિકટના રણનીતિક દ્રષ્ટિએ મહત્ત્વપૂર્ણ એવા તિબ્બતી શહેર ન્યિંગચીની મુલાકાત લીધી હતી. જિનપિંગે અહીંના સૈન્ય અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી અને તિબેટના વિકાસ યોજનાઓની સમીક્ષા કરી હતી.
રિપબ્લિકન સાંસદ ડેવિન નુનેસે કહ્યું કે ચીનના તાનાશાહ જીનપિંગ ગત સપ્તાહે ભારત સરહદ પાસે તિબેટનો પ્રવાસ કરી પોતાની જીતનો દાવો કર્યો હતો. મને લાગે છે કે, ગત 30 વર્ષમાં પ્રથમવાર ચીનના તાનાશાહ ત્યાં ગયા છે. આ ઘટના એક અબજથી વધુ વસ્તી ધરાવતા પરણાણું શક્તિવાળા ભારત માટે જોખમી વાત છે. ભારત માટે આ જોખમી વાત છે કે, ચીન એક મોટી જળયોજના વિકસિત કરશે, જેના કારણે ભારતને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.